
તા.૩૧/૫/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: જિલ્લા વહીવટી તંત્ર રાજકોટ દ્વારા સંચાલિત વેલી ઓફ વાઇલ્ડ ફ્લાવર હિલ ગાર્ડન પ્રોજેક્ટ ઈશ્વરીયા પાર્ક ખાતે આગથી બચવા સલામતીના ભાગ રૂપે જુદા જુદા સ્થળોએ મળીને 8 જેટલા અગ્નિશામક સાધનો સહિતની વ્યવસ્થા પર્યાપ્ત રાખવામાં આવેલી છે.

જેમાં પ્રવેશ દ્વારા નં.૧ પાસે બે અગ્નિશામકો, ગેટ નં. ૨ પાસે બે અગ્નિશામકો, બોટિંગ ટીકીટ વિન્ડો પાસે બે અગ્નિશામક, બોટિંગ એન્ટ્રી પાસે એક અગ્નિશામક, ખાણીપીણી ની કેન્ટીનમાં એક અગ્નિશામક એમ મળી કુલ આઠ અગ્નિશામકો ઉપલબ્ધ છે આ સાથે ચાર બકેટ રેતી ભરી સ્ટેન્ડ સાથે લગાવવામાં આવેલ છે.

[wptube id="1252022"]








