
૧૮ જાન્યુઆરી
વાત્સલ્ય સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા
બોક્સ.ઉંદરાણા ગ્રામ પંચાયત ના વહીવટદાર હાજર ન રહેતા કઈ રીતે મારું ગામ ગોકુળિયું ગામ બની શકે
થરાદ તાલુકાના ઉંદરાણા ગામમાં અનેક જાહેર તેમજ ગ્રામ પંચાયતની આજુબાજુના વિસ્તારોમાં ગંદકીના ઢગલાઓ તેમજ ગટર લાઈનો ઉભરી જાહેર રસ્તાઓ પર પાણી જોવા મળી રહ્યું છે. જેમાં ગ્રામ પંચાયત, શાળા, સરકારી પશુ દવાખાનું, તેમજ ગામની આજુબાજુ ના વિસ્તારમાં ગંદકીના ઢગલાઓ જોવા મળી રહ્યા છે. જ્યારે ગામમાં ગંદકીના ઢગલા નજરે પડી રહ્યા છે જો આં ગંદકીનું સ્વચ્છતા તેમજ તેનો નિકાલ નહી કરવામાં આવે તો રોગચાળો ફાટી નીકળવાની સંભાવના જોવા મળી રહી છે.જેમાં ઉંદરાણા તેમજ નાનોલ ગ્રામ પંચાયતનું વિભાજન કરવામાં આવ્યું હોવાથી ઉંદરાણા ગ્રામ પંચાયતની ચૂંટણીનો સમય ગાળો લંબાવવામાં આવ્યો છે જેનાથી ઉંદરાણા ગ્રામ પંચાયતમાં વહીવટદારને જવાબદારી સોંપવામાં આવી છે જેમાં વહીવટ દાર હજી સુધી ઉંદરાણા ગ્રામ પંચાયત જોવા મળ્યા નથી અને ગામ લોકોને ખબર નથી કે ઉંદરાણા ગામનો વહીવટ કોના ભરોસે ચાલી રહ્યો છે તે અનેક તર્ક વિતર્કો જોવા મળી રહ્યા છે.જેમાં ચૂંટણીપંચ દ્વારા થરાદ તાલુકાની જલ્દીથી બાકી રહેલી ગ્રામ પંચાયતની ચૂંટણીઓ કરવામાં અને ગ્રામ પંચાયતની ગંદકી દૂર થાય અને જેમ ગ્રામ પંચાયતો વિકાસની હરણ ફાળ ભરે
*પત્રકાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા*







