BANASKANTHAPALANPUR

મીરા દાતાર સર્વોદય વિદ્યાલય અને વી.એચ.રાવલ વિદ્યાલય ઉનાવા ઉંઝા ખાતે નિવૃત્તિ નો ભાવ દર્શન (વિદાય) સમારોહ યોજાયો

14 જાન્યુઆરી, વાત્સલ્યમ દૈનિક સમાચાર, સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

 

શ્રી નાગરિકમંડળ સંચાલિત શ્રી મીરાદાતાર સર્વોદય વિદ્યાલય અને શ્રી વી.એચ.રાવલ,ઉનાવા તા.ઊંઝા ખાતે નિવૃત  શિક્ષકશ્રી વસંતકુમાર.એમ.બારોટનો વિદાયસમારંભ યોજાયો.જેમાં પાટણ જિલ્લાશિક્ષણા ધિકારીશ્રી એ.એન.ચૌધરીસાહેબે ઉપસ્થિત રહી કાર્યક્રમનીશોભાવધારીહતી.તેઓશ્રીએશિક્ષણનામહત્વના પાસા અંગે પ્રસંગોચિત પ્રવચન આપ્યું હતું અને તાલુકા જિલ્લા કક્ષાએ વિજેતા વિદ્યાર્થીઓને તેમના હસ્તે મેડલ અને સર્ટિ અપાવી પ્રેરકબળ પૂરું પડાયું હતું. શ્રી નાગરિક મંડળનાપ્રમુખમહેશભાઈડી.ચૌધરીઅનેમંત્રીશ્રીપ્રતાપભાઈએસ.ચૌધરીએ ચૌધરીસાહેબનું પુષ્પગુચ્છ,સાલ અને મોમેન્ટ આપી સ્વાગત કર્યું હતું.તે સાથે સાથે તમામ કારોબારી સદશ્યોએ પણ અભિવાદન કર્યું હતું.આ કાર્યક્રમમાં પાટણ,DEOસાહેબ અને વિદાય લેતા વસંતભાઈને સરદાર પ્રા.શાળાના આચાર્યા બેનશ્રી કલ્પનાબેન ચૌધરી અને તેમના સ્ટાફગણ દ્વારા સાલ અને મોંમેન્ટ આપવામા આવી હતી.ત્યારબાદ વિદાય લેનાર શિક્ષકશ્રી વસંતકુમાર એમ.બારોટને સન્માનિત કરાયા હતા.તેમને સંસ્થા દ્વારા સન્માનપત્ર આપવામાં આવ્યું હતું.સન્માનપત્રનું વાંચન માયાબેન ચૌધરીએ કર્યું હતું.શ્રી નાગરિક મંડળના હોદ્દેદારશ્રીઓ અને કારોબારી સદશ્ય દ્વારા સાલ અને મોમેન્ટ આપવામાં આવી હતી.આચાર્ય અને સ્ટાફ દ્વારા પણ શ્રીફળ,સાકર અને સાલ આપવામા આવી હતી.વિદ્યાર્થી અને વાલીઓ દ્વારા પણ ઉમળકાભેર સન્માન કરાયું હતું.વિદાય લેનાર શિક્ષકશ્રીએ સંસ્થાને હરહંમેશ ઉપયોગી બનવાની અને વિદ્યાર્થીઓને કારકિર્દી ઘડવા ક્યાંય પુસ્તક કે સાહિત્યનીજરૂર પડે તો પૂરું પાડવાની તેની પણ તૈયારી બતાવી હતી.તેમજ સમગ્ર કાર્યક્રમસંસ્થાનામંત્રીશ્રીપ્રતાપભાઈએસ.ચૌધરી,આચાર્યશ્રી એમ.કે.ચૌધરીના માર્ગદર્શન હેઠળ, સ્ટાફમિત્રોના સંકલનથી સુંદર રીતે આયોજાયો હતો.સમગ્ર કાર્યક્રમનું સંચાલન હરેશભાઇ કે.ચૌધરીએ કર્યુંહતું.આભારવિધિ સુહાગભાઈ કે.પંચોલીએ કરી હતી.અંતે વિદાયલેતા શિક્ષકશ્રી વસંતભાઈ બારોટ દ્વારા બટુકભોજન અપાયું હતું.

[wptube id="1252022"]
Back to top button