

8 જાન્યુઆરી, વાત્સલ્યમ દૈનિક સમાચાર, સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
વડગામ તાલુકાની શ્રી પી. જી. દોશી હાઈસ્કૂલ, મોરિયા ખાતે શાળા કક્ષાનો રમતોત્સવ યોજાયો.શાળાના ટ્રસ્ટી શ્રી અલીભાઈ બિહારી તથા શ્રી શામજીભાઈ ચૌધરીએ રમતોત્સવને ખુલ્લો મુક્યો. આચાર્યશ્રીએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું. બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો જુદી જુદી 10 રમતોનું આયોજન થયું. માધ્યમિક તેમજ ઉચ્ચતર મધ્યમિક વિભાગમાંથી ભાઈઓ તથા બહેનો એમ 35 વિજેતાઓ જાહેર કરાયા. શાળાના આચાર્યશ્રી જી. ડી. પટેલે સુંદર આયોજન કર્યું તેમજ શાળાના શૈક્ષણિક ગણે ખૂબ જ ઉત્સાહપૂર્વક વિવિધ જવાબદારીઓ સંભાળી અને બાળકોની સુષુપ્ત શક્તિઓને વિકસાવવા માટે રમતોત્સવરૂપી પ્લેટફોર્મ પુરું પાડ્યું. પ્રેક્ષક વિદ્યાર્થી ભાઈ બહેનોએ તાળીઓના ગડગડાટ તેમજ ચીયર અપ સાથે ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા.
[wptube id="1252022"]







