DAHOD

ઔદ્યોગિક તાલીમ સંસ્થા, દાહોદ ખાતે જિલ્લા કક્ષાનો એપ્રેન્ટીસ-પ્લેસમેન્ટ ભરતી મેળો યોજાશે

તા.04.01.2023

વાત્સલ્યમ સમાચાર

અજય સાંસી દાહોદ

ઔદ્યોગિક તાલીમ સંસ્થા, દાહોદ ખાતે જિલ્લા કક્ષાનો એપ્રેન્ટીસ-પ્લેસમેન્ટ ભરતી મેળો યોજાશે

ઔદ્યોગિક તાલીમ સંસ્થા દાહોદ દ્વારા આગામી તા.૦૯ જાન્યુઆરીના રોજ ઔદ્યોગિક તાલીમ સંસ્થા દાહોદ ખાતે સવારે ૧૦:૦૦ કલાકેથી જીલ્લા કક્ષાનો એપ્રેન્ટીસ/પ્લેસમેન્ટ ભરતી મેળો યોજાશે. જેમાં જીલ્લાના વિવિધ એકમો તેઓંની એપ્રેન્ટીસશીપ વેકેન્સી સાથે ઉપસ્થિત રહેશે.

આઈ.ટી.આઈ ફિટર, ટર્નર, મીકે.ડિઝલ, મીકે.મોટર વ્હીકલ, વેલ્ડર, વાયરમેન, ઈલેક્ટ્રીશીયન, કોપા, કાર્પેન્ટર, પ્લમ્બર, ગાર્ડનર, પેઈન્ટર ટ્રેડના પાસ આઉટ તાલીમાર્થીઓ, તેમજ બી.કોમ, બીએ.સી (કેમેસ્ટ્રી), બીએસસી(નર્સિગ), જીએનએમ, બી.ફાર્મ, ડી.ફાર્મ, બીઈ/બીટેક ઈલેક્ટ્રીકલ, બીઈ ઈન્સ્ટુમેન્ટ,ડીપ્લોમાં મીકેનીકલ કરેલ ઈચ્છુક ઉમેદવારોએ તેઓંના શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રોઅસલ તેમજ પ્રમાણિત નકલ, આધારકાર્ડ અને પાસપોર્ટ સાઈઝના ફોટા સાથે ઉક્ત સ્થળ અને સમય પર રૂબરૂ ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે.

વધુમાં ઉમેદવારોએ પોતાનું રજીસ્ટ્રેશન DGTની વેબસાઈટ https://dgt.gov.in/appmela2022/ પર જઈને કરાવવાનું રહેશે. ભારત સરકાર દ્વારા નેશનલ એપ્રેન્ટીસ/પ્લેસમેન્ટ મેળા ૨૦૨૩ અંતર્ગત સમગ્ર દેશમાં તા.૦૯/૦૧/૨૦૨૩ ના રોજ એપ્રેન્ટીસશીપ ભરતી મેળાના આયોજન અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન કરાયું છે તેમ આઇટીઆઇના આચાર્ય એમ.એ. કાચવાલાએ જણાવ્યું છે

[wptube id="1252022"]
Back to top button