
તા.૨૫ માર્ચ
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
વિશ્વભરમાં તા. ૨૪ માર્ચના રોજ ‘વિશ્વ ક્ષય દિવસ’ ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે રાજકોટ જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા ‘ટી.બી. હારેગા, દેશ જીતેગા’ના ધ્યેય સાથે પોષણ કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.

રાજકોટ જિલ્લા ક્ષય કેન્દ્ર ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. નિલેશ રાઠોડના અધ્યક્ષસ્થાને આયોજિત કાર્યક્રમમાં ૫ દાતાઓના આર્થિક સહયોગથી તૈયાર કરેલી ૩૦ પોષણ કીટનું વિતરણ કરાયું હતું. અંદાજિત રૂ. ૫૦૦ની રકમ જેટલી ન્યુટ્રીશિયન કીટમાં મગ, દાળ, ચણા, ચોળી, શીંગદાણા, દાળીયા, ખજૂર જેવા પોષણયુક્ત ખાદ્યપદાર્થોનો સમાવેશ કરાયો હતો.

આ કાર્યક્રમમાં ડીસ્ટ્રીકટ ટી.બી. મેડીકલ ઓફિસરશ્રી ડો. બાદલ વાછાણી, ટી.બી. કો-ઓર્ડીનેટરશ્રી મહેશ રાચ્છ, ડીસ્ટ્રીકટ ટી.બી. મેડીકલ ઓફિસરશ્રી ડો. સમીર દવે, ડીસ્ટ્રીકટ ટી.બી. પોગ્રામ કો-ઓર્ડીનેટરશ્રી રોનક વેકરીયા અને દાતાશ્રી ભાવેશ રાયચુરા ઉપસ્થિત રહ્યા હતા. પોષણ કીટ માટે દાતાશ્રીઓ જયપ્રકાશભાઈ શેઠ, નરેન્દ્રભાઈ શેઠ, કાજલબેન રાયચુરા, જયાબેન, કેયુરભાઈ ઠકકર એ આર્થિક સહયોગ આપ્યો હતો, ઉપસ્થિતોએ લોકોએ વારાણસીમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની ઉપસ્થિતિમાં યોજાયેલ ‘વન વર્લ્ડ ટી.બી. સમિટ’નો ઉદઘાટન સમારોહ વર્ચ્યુઅલી નિહાળ્યો હતો.

‘‘વિશ્વ ક્ષય રોગ’’ દિવસ નિમિત્તે મેયરના હસ્તે ૬૮ જેટલી નિ:ક્ષય મિત્ર કિટનું વિતરણ કરાયું
મેયર ડો. પ્રદિપભાઈ ડવના અધ્યક્ષ સ્થાને મવડી આરોગ્ય કેન્દ્ર ખાતે ૬૮ જેટલી નિ:ક્ષય મિત્ર કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં ડેપ્યુટી મેયરશ્રી કંચનબેન સિધ્ધપુરા, આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી રાજશ્રી ડોડીયા, ડો પરેશભાઈ કડીયા, ડો. ભુમી કમાણી, ડો. જયદીપ ભુંડીયા, ડો. નિમિષા કપુરીયા, અગ્રણી શ્રી પ્રવિણભાઈ ઠુંમર, રસીકભાઈ કાવડીયા, મનસુખભાઈ વેકરીયા, ખોડાભાઈ સોરઠીયા,ચેતનભાઈ હિરપરા, દશરથસીંહ જાડેજા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
રાજકોટ શહેરી ક્ષય કેન્દ્ર દ્વારા ‘વિશ્વ ક્ષય દિવસ’ નિમિત્તે જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા
રાજકોટ શહેરી ક્ષય કેન્દ્ર દ્વારા ‘વિશ્વ ક્ષય દિવસ’ નિમિત્તે કિશાનપરા ચોકથી એરપોર્ટ ચોક, પોલીસ હેડ ક્વાર્ટર, બહુમાળી ભવન, જિલ્લા પંચાયત ચોક થઈને કિશાનપરા ચોક સુધી સૂત્રોચ્ચાર સાથે રેલી યોજાઈ હતી મહાનગરપાલિકાના મેડિકલ ઓફિસર ઓફ હેલ્થશ્રી ડો. જયેશ વિકાણી તથા સીટી ટી.બી. ઓફિસરશ્રી ડો. પરેશ કડિયા, સિનિયર ટ્રીટમેન્ટ સુપરવાઇઝરશ્રી વિનોદ વઘેરા, ડેપ્યુટી એમ.ઓ.એચ.શ્રી ડો. મિલન પંડ્યા તથા સીટી ટી.બી. ઓફિસરશ્રી ડો. પરેશ કડિયા ઉપસ્થિત રહ્યા હતા. તેમજ જંક્શન પ્લોટમાં આવેલા ટી.બી. યુનિટ દ્વારા કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓને રોલ પ્લે અને પોસ્ટર એક્ઝિબિશન થકી ક્ષય રોગના ઈલાજ માટે જાણકારી આપીને જાગૃત કરાયા હતા.
‘‘વિશ્વ ટી.બી. દિવસ’’ અન્વયે નાટકના માધ્યમથી જનજાગૃતિ ફેલાવતા નર્સિંગના વિદ્યાર્થીઓ
રાજકોટની કર્ણાવતી ઈન્ટરનેશનલ સ્કુલ ખાતે શહેરી આરોગ્ય કેન્દ્ર અને પી.ડી.યુ. નર્સિંગના વિદ્યાર્થીઓ દ્વારા ભજવાયેલા ટી.બી.અંગેના નાટકને ૨૦ જેટલા સ્ટાફ મેમ્બર અને ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓએ નિહાળ્યુ હતુ. આ કાર્યક્રમમાં અલગ અલગ ૩૦ જેટલા પોસ્ટર્સ એક્ઝીબીશન દ્વારા ટી.બી.રોગ થવાના કારણો અને ઇલાજ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે આચાર્યશ્રી અશોકભાઈ પાંભર, પી.ડી.યુ. નર્સિંગ કોલેજના ટીચર સંગીતાબેન, સીનીયર ટ્રીટમેન્ટ સુપરવાઈઝરશ્રી નયના ટીલાળા તથા પલમોલોઝિસ્ટ અને પી.પી.એસ.એ.સંસ્થાના સ્ટાફ તથા અન્ય ડોકટરો ઉપસ્થિત રહ્યા હતા.








