
2 જાન્યુઆરી
વાત્સલ્ય સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા
*બોકસ. ખેડુતને ઓછી જમીન હોવાથી યોગ્ય વળતર તેમજ આ વીજપોલ રહેણાક માટે જોખમ રૂપ હોવાથી સ્થાનિક કક્ષાએ રજૂઆત પણ કરેલ હતી*
થરાદ તાલુકા ના રાહ મુકામે રહેતા ડુગરભાઈ હરચંદભાઈ પરમાર જેઓના ખેતર માથી ઝેટકો વીજ પોલ પસાર થતો હોય અને આ વીજ પોલ રહેકાણ ની નજીક પસાર થતો હોવાથી તેઓએ પ્રાંત સાહેબ લેખિત રજૂઆત કરેલ અને આ કામગીરી તેમના રહેણાક થી દુર થાય તે માટે અરજી પણ કરેલ હતી.અને તેમને જમીન ઓછી હોવાથી વીજકંપની દ્વારા યોગ્ય વળતર આપવાની વાત પણ કરી હતી કારણ કે તેમના તે જીવન નિર્વાહ માટે ફક્ત થોડીક જ જમીન હોવાથી અને તેમાં જો ઝટકો દ્વારા વીજ પોલ ઊભો કરવામાં આવે તો અડધી જમીન રોકાઈ જાય અને તેમને ખેતી લાયક જમીન પણ રહેતી નથી.આ માટે ખેડુતે અવારનવાર કચેરીઓના ધકા ખાઈને આ કામગીરી અટકાવવા માટે માગણીપણ કરેલ છે પરંતુ આજ વીજ કર્મચારીઓ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે આ કામગીરી ચાલુ કરી હતી પરંતુ ખેડૂતને યોગ્ય વળતર મળે છે કે પછી જીવન નિર્વાહ માટેની જમીન છીનવાય છે…..
*પત્રકાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા*







