BANASKANTHATHARAD

થરાદ ખાતે (S.S.D) દ્વારા શોર્ય દિવસની ઉજવણી કરવામાં આવી

1 જાન્યુઆરી

વાત્સલ્ય સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા

બોક્સ.થરાદ ખાતે સ્વંયમ સૈનિક દળ(S.S.D) દ્વારા શોર્ય દિવસ ની ઉજવણીની  રેલીનુ આયોજન કરવામા આવ્યું

થરાદ ખાતે વિશાળ સંખ્યામાં એસ .એસ. ડી એટલે સ્વંયમ સૈનિક દળના સૈનિકો શિસ્ત બાદ સાથે થરાદ બાબા સાહેબ આંબેડકર ને સ્લામી આપ્યા બાદ શોર્ય દિવસ  ઉજવણી ના ભાગ રૂપે વિશાળ સંખ્યામાં  થરાદ ખાતે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. શોર્ય દિવસની એટલે તા1/1/1818 ના રોજ મહારાષ્ટ્ર રાજ્યના પુના શહેરમાં આવેલ કોરેગાવ નજીક ભીમા નદીના કાંઠે થયેલ વિશ્વ નું  આદિત્ય યુદ્ધ  કે જેમાં 500 મૂળ નિવાસી બહુજન સમાજના શૂરવીર જાબાઝ યોદ્ધાઓએ 28,000 વિદેશી આર્ય પેશવાઓને ધૂળ ચાટતા કરી નાખ્યા હતા . ભારત દેશમાં પશુ કરતાં બદતર જીવન જીવી રહેલા મૂળ નિવાસીઓ બહુજન સમાજના લોકો આજે દિવસ ને શોર્ય દિવસ તરીકે ઉજવે છે તે અનુસંધાને આજ થરાદ ખાતે સ્વયં સૈનિક દળ સૈનિકો (S.S.D)દ્વારા તેમજ બહુ જ સમાજના લોકો દ્વારા થરાદ ખાતે બાબાસાહેબ આંબેડકરને સલામી આપી ને તેમજ રેલી કાઢીને આ દિવસને યાદગાર કર્યો હતો….

*પત્રકાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા*

[wptube id="1252022"]
Back to top button