BANASKANTHAPALANPUR

પાલનપુર તાલુકાના કમલવિદ્યામંદિર ભૂતેડી ખાતે વાલી મિટિંગ યોજાઈ

1 જાન્યુઆરી, વાત્સલ્યમ દૈનિક સમાચાર, સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

કમલ વિદ્યામંદિર ભૂતેડી હાઈસ્કૂલ ખાતે આચાર્યશ્રી માવજીભાઈ પટેલ ના માર્ગદર્શન હેઠળ શાળાના વાલીઓની મિટિંગ યોજવામાં આવી હતી.જેમાં મિટિંગ ની શરૂઆત માં આચાર્ય શ્રી એમ.એમ.પટેલે ઉદ્દબોધન અને કાર્યક્રમ ની માહિતી આપી. ત્યારબાદ શાળાના તમામ વિષયના શિક્ષકો એ પોતાના અભિપ્રાય આપ્યાહતા. વાલીમંડળના પ્રમુખ અને માર્કેટયાર્ડના સેક્રેટરી તરીકે નિયુક્ત થયેલા હેમુભાઈ લોહ નુ શાળા પરિવાર તથા ટ્રસ્ટી મંડળ દ્વારા સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું.આ પ્રસંગે શાળાના મંત્રી મહેશભાઈ પ્રજાપતિ તથા ટ્રસ્ટી મંડળ ના રમેશભાઈ રાતડા (પૂર્વ સરપંચ), મોતીભાઈ લોહ,કાળુકાકા રાતડા, મોતીભાઈ બેરા તથા ભૂતાભાઈ લોહ અને આજુબાજુના ગામોમાંથી ઉપસ્થિત રહેલ વાલીઓ, બહેનો એ સારી સંખ્યામાં હાજરી આપી હતી. કાર્યક્રમ નું સંચાલન શૈલેષભાઈ ગામી‌ એ કરેલ અને મિડિયા કવરેજ ફોટોગ્રાફ સુભાષભાઈ વ્યાસે કરેલ હતું.

[wptube id="1252022"]
Back to top button