
ખેરાલુ ડભોડા ખાતે આઇ.ડી.એસ.પી અને એન.વી.બી.ડી.સી.પી અંતર્ગત આરોગ્યકર્મી ની તાલીમ યોજાઈ.
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
ખેરાલુ ના ડભોડા ખાતે આજે ‘ મેલેરિયા વિરોધીમાસ’ની ઉજવણી અંતર્ગતજિલ્લા મેલેરિયા અધિકારી ડો.વિનોદભાઈ સાહેબના માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ ઓફિસર ડો.અલકેશ શાહ સાહેબની દેખરેખ હેઠળ તાલુકા સુપરવાઈઝર ડી.કે.પટેલ સાહેબ અને તાલુકા હેલ્થ સુપરવાઈઝર કપિલાબેન પટેલ ની ઉપસ્થિત IDSP તાલીમ અને વાહકજન્ય રોગો અંતર્ગત NVBDVP તાલીમનું આયોજન કરાવ્યું હતું. આ તાલીમમાં તમામ મુદ્દા આવરી લઈ લેબટેક કૌશિકભાઈ દ્વારા સ્લાઈડ કઇરીતે લેવી શુ ધ્યાન રાખવું એની વિગતે ચર્ચા કરવામાં આવી અને ડીકે પટેલ દ્વારા એબેટકામગીરી ,સર્વેલન્સ કામગીરીની વિગતે ચર્ચા કરવામાં આવી હતી.અને એપ્લિકેશન માં કઈ રીતે એન્ટ્રી કરવી એની ડેમો કરીને સમજવામાં આવ્યું સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ.વિસ્તારમાં આવતી તમામ સરકારી સંસ્થાઓ અને કચેરીઓમાં આરોગ્ય સ્ટાફે સર્વે કરી વાહકજન્ય રોગો અટકાવવા અંગે પ્રચાર-પ્રસાર અને પોરાનાશક કામગીરી દરેક જગ્યાએ કરી હતી.