GUJARAT

ડેડીયાપાડા 73 AA ની ટ્રાન્સફર પેટેની બિન આદિવાસી ની જમીન આદિવાસી ને પરત આપવા ની ડેડીયાપાડા ધારાસભ્ય ની માંગ.

ડેડીયાપાડા 73 AA ની ટ્રાન્સફર પેટેની બિન આદિવાસી ની જમીન આદિવાસી ને પરત આપવા ની ડેડીયાપાડા ધારાસભ્ય ની માંગ.

તાહિર મેમણ : ડેડીયાપાડા – 15/06/2024- ડેડીયાપાડા ધારાસભ્ય ચેતર વસાવા એ મુખ્યમઁત્રી ને પત્ર લખી 73 AA ની ટ્રાન્સફર પેટેની બિન આદિવાસી ની જમીન આદિવાસી ને પરત આપવા ની માંગ કરવામાં આવી છે ગુજરાતના શિડયુલ એરીયામાં 73AA ની ટ્રાન્સફર, NA, ભાડા પેટે ની બિન આદિવાસી પરની જમીની આદિવાસીઓને પરત આપવા બાબતે ચેતર વસાવા એ માંગ કરી છે ગુજરાતમાં અંબાજી થી ઉમરામ સુધીના વિસ્તારને બંધારણના શિડયુલ-૫માં સમાવેશ કરવામાં આવેલ છે. 7344 ના મુંબઈ જમીન મહેસુલ અધિનિયમ-1879 થી લઇ 73AA-1981ની જોગવાઈ મુજબ શિડયૂલ એરીયામાં આદિવાસીઓની જમીન આદિવાસી પોતે વેચી ન શકે અને કોઇબીન આદિવાસી ખરીદી શકે નહી.આમ છતા શિડયૂલ વિસ્તારમાં બંધારણ નું ઉલ્લંઘન કરી, PE54 એકટના નિયમો નેવે મૂકી, દરેકજિલ્લાના કલેકટરો થી લઇ તલાટીઓ સુધીના અધિકારીઓએ બીન-દિવાસી લોકો સાથે મળી 7344 નીજમીનો ટ્રાન્સફરો, A અને ભાડા પેટે કરીને અમણ, ભોળા અને ગરીબ પ્રાદિવાસીઓની જમીનો પચાવીપાડી કોમર્શીયલ બાંધકામ કરી દેવામાં આવેલ છે, જેની તપાસ કરાવવામાં આવે તો કલેકટર આયુષ ઓકલાંગા જેવા આ વિસ્તાર ના કલેકટરો ના જમીન કૌભાંડો બહાર આવશે.

હાલ દાહોદ જિલ્લામાં 73AA જમીનો ટ્રાન્સફર કરવાના કીંભાડ બહાર આવેલ છે. તેવી જ રીતે નર્મદાજિલ્લામાં કેવડીયા, ભરૂચ જિલ્લાના ઝધડીયા, સુરત જિલ્લાના માંડવી, માંગરોળ, નવસારી જિલ્લાનાચિખલી, ખેરગામ, ડુવાડા,વલસાડ જિલ્લામાં ટૂંકવાડા પારડી જેવા તાલુકાઓની 73AA ની જમીનો બીનઆદિવાસીઓએ પચાવી પાડી, આ જમીનો પર સ્ટોન કવોરી કે ક્રસર ચલાવી રહ્યા છે. શહેરી વિસ્તારોમાંપણ 73AA ની જમીનો ટ્રાન્સફર, NA કે ભાડા પેટે પચાવી પાડી, ગેરકાયદેસર દસ્તાવેજો કરી, કોમર્શીયલબિલ્ડીંગો બનાવવામાં આવેલ છે.આમ શિડયૂલ વિસ્તારોમાં બંધારણનું ઉલ્લંઘન કરી, 73AA ની જમીનોમાં કરેલા ટ્રાન્સફરો,NA,ભાડાકરારોની સરકાર દ્વારા ગંભીરતાથી તપાસ કરાવવામાં આવે, અને એ જમીનો મૂળ માલિકોને ફરી સુપ્રતકરવામાં આવે એવી તેવી ડેડીયાપાડા ધારાસભ્ય એ માંગ કરી છે.

[wptube id="1252022"]
Back to top button