SURENDRANAGARTHANGADH

થાન મામલતદાર કચેરીમાં ફોર્મના અભાવે અરજદારો પાસેથી 30 રૂપિયા પડાવે છે.

તા.14/06/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં થાન તાલુકામાં આવેલી મામલતદાર કચેરીમાં થાન શહેરના તથા ગ્રામ્ય વિસ્તારના અનેક અરજદારો દરરોજ રેશનકાર્ડમાં નવું નામ નોંધાવવા, નામ કમી કરાવવા, નામ સુધારવા, રેશનકાર્ડ અન્ય જગ્યાએ ટ્રાન્સફર કરવા જેવી અનેક કામગીરી માટે આવે છે પરંતુ રેશનકાર્ડમાં સુધારા કે વધારા અંગેના ફોર્મ છેલ્લા છ માસથી કચેરીમાંથી ગાયબ કરી દેવામાં આવ્યા છે જેના કારણે અરજદારોને કોઈ જ ફોર્મ મળતા નથી અને આ મફતમાં મળતા ફોર્મને કર્મચારી દ્વારા બહારથી લઈ આવવા માટેનું જણાવવામાં આવે છે અરજદારો બહાર ઉભેલા લોકો પાસે ફોર્મ લેવા જાય ત્યારે આ મફત આપવાના થતા ફોર્મના 30-30 રૂપિયા તંત્રની મીઠી નજર હેઠળ પડાવવામાં આવી રહ્યા છે પણ મામલતદાર સહિતનો સ્ટાફ દર્શક બની અરજદારોની આ લુંટને જોઈ રહ્યો છે પરંતુ ફોર્મ મંગાવવા અંગેની કોઈ જ કાર્યવાહી કરવામાં આવી રહી નથી અરજદારોના છ મહિનામાં લાખો રૂપિયા આ ફોર્મ ખરીદવામાં ખર્ચાઈ ગયા છે પરંતુ તંત્રના પેટનું પાણી પણ હલતું નથી કે ફોર્મ મગાવવાની કોઈ જ કાર્યવાહી પણ કરવામાં આવતી નથી જેની લેખિત મૌખિક રજૂઆત કલેકટર સુધી કરવામાં આવી છે પરંતુ કલેક્ટર તંત્રને પણ આ ફોર્મમાં કશો જ રસ ન હોય તેવું દેખાઈ રહ્યું છે અને આ મોંઘવારીમાં પ્રજાને લૂંટાવવા માટે ખુલ્લી છોડી દેવામાં આવી છે જેના કારણે શહેરીજનો તથા ગ્રામ્ય જનોમાં વ્યાપક રોશની લાગણી ફેલાઈ જવા પામી છે આ બાબતે તંત્ર દ્વારા તાત્કાલિક તમામ ફોર્મ મંગાવી અરજદારોને જરૂર પડીએ વિતરણ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

[wptube id="1252022"]
Back to top button