GUJARATLUNAWADAMAHISAGAR

મહીસાગર જિલ્લામાં ૨૩મીથી આશરે ૧.૪૫ લાખ કરતા વધુ બાળકોને પોલિયોના ટીપાં અપાશે

વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા

રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની ઝુંબેશ

મહીસાગર જિલ્લામાં ૨૩મીથી આશરે ૧.૪૫ લાખ કરતા વધુ બાળકોને પોલિયોના ટીપાં અપાશે

૧૨૮૦ ટીમ દ્વારા મહીસાગર જિલ્લામાં ઘરે ઘરે જઈ પોલિયોના બે ટીપા પીવડાવાશે

મહીસાગર જિલ્લામાં આગામી તારીખ ૨૩ થી ૨૫ જૂન-૨૦૨૪ દરમિયાન પોલીયો ઝુંબેશ યોજવામાં આવનાર છે. જિલ્લાના ૦ થી ૫ વર્ષ ના બાળકોને પોલીયોના બે ટીપા પીવડાવવામાં આવશે

રાજ્ય સરકારના આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ – દ્વારા સમગ્ર રાજ્યની સાથે મહીસાગર જિલ્લામાં તારીખ ૨૩ થી ૨૫ જૂન દરમિયાન પોલીયો ઝુંબેશ યોજાનાર છે. સમગ્ર આયોજન અંગે મહીસાગર જિલ્લા કલેકટર નેહાકુમારીના અધ્યક્ષસ્થાને સ્ટિયરિંગ કમિટીની બેઠક યોજાઇ હતી જેમાં આરોગ્ય વિભાગ, શિક્ષણ, આઈસીડીએસ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ત્રી-દિવસીય ઝુંબેશ દરમિયાન મહીસાગર જિલ્લાના કુલ ૧.૪૫ લાખ કરતા વધુ બાળકોને જિલ્લાના આરોગ્ય કર્મીઓ દ્વારા પોલીયોના બે ટીપા પીવડાવવામાં આવશે.

જેમાં મહીસાગર જિલ્લામાં પ્રથમ દિવસે ૬૪૦ બુથ પર પોલીયોના ટીપા પીવડાવવામાં આવશે તેમજ બીજા અને ત્રીજા દિવસે બાકી રહેલ બાળકોને મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, ફીમેલ હેલ્થ વર્કર, સી.એચ.ઓ., આશા બહેન તેમજ આશા ફેસિલેટર અને આઈ.સી.ડી.એસ. ના આંગણવાડી બહેનોની કુલ ૧૨૮૦ જેટલી ટીમ દ્વારા ઘરે ઘરે જઈને પોલીયોના બે ટીપા પીવડાવવામાં આવનાર હોવાનું મહીસાગર જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સી આર પટેલની યાદીમાં જણાવાયું છે. વધુમાં જિલ્લા કલેકટર અધ્યક્ષતામાં હેઠળ રાષ્ટ્રિય સિકલસેલ એનિમિયા નિર્મૂલન મિશન 2047 અંતર્ગત 19 જૂન સિકલ સેલ દિવસ તરીકે ઊજવણી નિમિત્તે મહીસાગર જિલ્લામા તમામ હેલ્થ ફેસિલિટી ખાતે સિકલ સેલ સ્ક્રીનીંગ, નિદાન અને જનજાગૃતિ કાર્યક્ર્મ તથા મેડિકલ ચેકઅપ નુ આયોજન કરવામાં આવેલ છે.

[wptube id="1252022"]
Back to top button