GUJARATSURENDRANAGARWADHAWAN

સુરેન્દ્રનગર પાલિકાના શહેરમાં આવેલી જુદી જુદી સોસાયટીઓમાં કચરાના વર્ગીકરણ અંગે જાગૃતતા લાવવા કાર્યક્રમો યોજાયા.

દુકાનદારોને દુકાનમાં ડસ્ટબિન રાખવા અને રોડ ઉપર કચરો ન ફેંકી સ્વચ્છતા જાળવવા સમજૂત કરાયા.

તા.10/06/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
દુકાનદારોને દુકાનમાં ડસ્ટબિન રાખવા અને રોડ ઉપર કચરો ન ફેંકી સ્વચ્છતા જાળવવા સમજૂત કરાયા.

સુરેન્દ્રનગર દૂધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા વિસ્તારમાં નિર્મળ ગુજરાત ૨.૦ હેઠળ નિર્મળ ગુજરાત સ્વચ્છતા પખવાડીયાની ઉજવણી કરવામાં આવી રહી છે જે અન્વયે દૈનિક સ્વચ્છતાને લગતા જુદાં જુદાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં આજરોજ RWA અને હાઉસિંગ કોલોનીમાં કચરાના વર્ગીકરણ માટે ખાસ ડ્રાઈવ હાથ ધરવા અન્વયે નગરપાલિકામાં આવેલ વિવિધ સોસાયટી વિસ્તારોમાં સુકા તથા ભીના કચરાનું વર્ગીકરણ કરી તેને ડોર ટુ ડોર આવતા વાહનમાં નાખવા અંગેની જાગૃતતા ફેલાવવા ખાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ વિવિધ દુકાનદારોને દુકાનમાં ડસ્ટબિન રાખવા અને રોડ ઉપર કચરો ન ફેંકી સ્વચ્છતા જાળવવા સમજૂત કરવામાં આવ્યા હતા તેમ સુરેન્દ્રનગર દૂધરેજ વઢવાણ નગરપાલિકાના ચીફ ઓફીસર સાગર રાડિયાની યાદીમાં જણાવાયું હતું ઉલ્લેખનીય છે કે, આ સ્વચ્છતા અભિયાન અન્વયે ૧૫/૦૬/૨૦૨૪ સુધી નિર્મળ ગુજરાત સ્વચ્છતા પખવાડીયાની ઉજવણી કરવામાં આવશે જેમાં દરરોજ જુદીજુદી થીમ હેઠળ સઘન સાફ સફાઈ કરવામાં આવશે.

[wptube id="1252022"]
Back to top button