BHUJGUJARATKUTCH

માધાપરના લિસ્ટેડ બુટલેગર હાર્દિક ગોસ્વામી સહિત ત્રણ પર પત્નીને માર મરાયાની નોંધાઈ ફરિયાદ

લિસ્ટેડ બુટલેગર પર અનેક ફરિયાદો છતાં તંત્રના આંખ આડા કાન!

કચ્છ : તા.૯-૬-૨૦૨૪

રિપોર્ટ : બિમલ માંકડ – પ્રતીક જોશી

ભુજ : તાલુકાના માધાપર ખાતે બિનદાસ્ત ઈંગ્લીશ દારૂનો પોઇન્ટ ચલાવતો નામીચો બુટલેગર અવારનવાર ચર્ચાઓમાં રહેતો હોય છે અને ઈંગ્લીશ દારૂમાં કેટલાય કેશોમાં સપડાયો હોવા છતાં સુધારવાનું નામ માત્ર લેતો નથી. બુટલેગર હાર્દિકગર ઉમેદગર ગોસ્વામી, રહે બાપાદયાળુ નગર જુનાવાસ માધાપર તાલુકો ભુજ તેનો ભાઈ કરણગર ગોસ્વામી ઉર્ફે કાનો અને અંકિત જે હાર્દિકનો બનેવી થતો હોવાનું ફરિયાદી પૂનમબેન હાર્દિક ગોસ્વામીએ માધાપર પોલીસ મથકે જણાવ્યું છે કે કરણ મારો દિયર છે જેને હાર્દિકની સાથે મને ભૂંડી ગાળોભાંડીને મને મારાયો છે અને હાર્દિકનો બનેવી ગાળો આપીને મારું નામ પોલીસને જણાવીશ તો તને જાનથી મારી નાખીશ તેવી ખુલ્લી ધમકી આપી હોવાનું ઉમેર્યું છે. બે પુત્રીની માતાને છેલ્લા સાત દિવસથી માનસિક ત્રાસ ગુજારાયા બાદ સહન ન થતા પીડિતા પૂનમ ગત તા ૬ ના રોજ રોજતેના ભાઇના ઘેર ચાલી ગયેલ અને તેના પતિના સમજાવ્યા બાદ પરત એ પતિના ઘરે ગઈ હતી ત્યારે ગત તા.૭ ના અચાનક બપોરે એક વાગ્યાના અરસામાં હાર્દિક ઘરે આવતા પીડિતા પૂનમ તેના કાકાની સાથે મોબાઈલ પર વાત કરતી હતી તે જોઈને ઉશ્કેરાયો હતો અને તેની પત્નીના ચારિત્ર્ય પર શંકા કરીને બેરહેમી પૂર્વક હાર્દિક ગોસ્વામી પીડિતાનો દિયર કરણ ઉર્ફે કાનો તેમજ હાર્દિકના બનેવી અંકિતે પીડિતાને જાનથી મારીનાખવા સહિતની ધમકી પણ આપી હતી. પીડા સહન ન થતી હોવાથી ભુજની જી.કે જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા આ અંગે આગળની વધુ તપાસ માધાપર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે

[wptube id="1252022"]
Back to top button