HIMATNAGARSABARKANTHA

આદિજાતિ વિસ્તારમાં આરોગ્ય સુવિધા વધારવા ૧૧ નવીન એમ્બ્યુલન્સ વાનનું લોકાર્પણ કરાશે

આદિજાતિ વિસ્તારમાં આરોગ્ય સુવિધા વધારવા ૧૧ નવીન એમ્બ્યુલન્સ વાનનું લોકાર્પણ કરાશે

 

સાબરકાંઠા જિલ્લાના આદિજાતિ વિસ્તારમાં આરોગ્ય સુવિધાઓને વધુ સુધઢ બનાવવા માટે નવીન ૧૧ એમ્બ્યુલન્સ વાનનું લોકાર્પણ કાર્યક્ર્મ યોજાશે. સાબરકાંઠા જિલ્લા પંચાયત હિંમતનગર ખાતે તા. ૧૬ માર્ચ ૨૦૨૩ ના ગુરુવારે બપોરે ૧૨:00 કલાકે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ધીરજભાઈ પટેલની અધ્યક્ષતામાં આ કાર્યક્ર્મ યોજાશે.

ન્યુ ગુજરાત પેટર્ન અંતર્ગત પોશીના ખેડબ્રહ્મા અને વિજયનગર તાલુકામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ઉપયોગ અને આદિજાતિ વિસ્તારના નાગરીકોને સારી આરોગ્ય સેવા મળી રહે તે માટે ૧૧ નવી એમ્બ્યુલન્સ વાનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી શાહ ઉપસ્થિતિ રહેશે.

રિપોર્ટ જયંતિ પરમાર સાબરકાંઠા

[wptube id="1252022"]
Back to top button