વેલાળા ગામે ગેરકાયદેસર કોલસાની ખાણમાં ઘાયલ શ્રમિકનું મોત
બે દિવસ પહેલા એક શ્રમિકનું મોત થયું હતું વધુમાં સારવાર દરમિયાન એક શ્રમિકનું મોત થતા બે શ્રમિકોના મોત થયા

તા.07/06/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

બે દિવસ પહેલા એક શ્રમિકનું મોત થયું હતું વધુમાં સારવાર દરમિયાન એક શ્રમિકનું મોત થતા બે શ્રમિકોના મોત થયા
થાનગઢના વેલાળા ગામે કોલસાની ગેરકાયદેસર ખાણોમા અકસ્માતનો બનાવ બનવા પામેલ હતો ત્યારે સ્થળ ઉપરજ એક મજુરનુ મોત થયેલ હતુ આજે વધુ એક મજુરનુ સારવાર હેઠળ મોત થતા કુલ મૃતક આંક બે ઉપર પહોંચી ગયો છે જયારે આ બાબતે બે ખાણ માલિક સામે માનવવધનો ગુન્હો દાખલ કરવામાં આવેલ છે પરપ્રાંતિય મજુરોના મોત થયેલા છે આ કોલસાની ગેરકાયદેસર ખાણોમાં દર વર્ષે આશરે ૮૦ ઉપર મજુરના મોત થાય છે છેલ્લા ત્રણ મહિનામાં જ આશરે ૧૬ મજુરના મોત થયા છે પરંતુ હાલ સુધી કોઈ ખનીજ માફીયાઓ ની ધરપકડ થઈ નથી તંત્ર પણ આ ખનીજ માફીયાઓ સામે કોઈ કડક કાર્યવાહી કરી શકે તેમ નથી કારણ કે રાજકીય ઓથ ભુમાફિયા ધરાવે છે અને રાજકીય આગેવાનો અધિકારીઓ પણ કોલસાના કાળા કારોબારમાં કાળા હાથ કર્યા છે એટલે કોઈ કડક કાર્યવાહી થતી નથી અને માનવ જિંદગીની કોઈ કિંમત આ ગેરકાયદેસર કોલસાની ખાણોમાં નથી.









