
ખૂળદી ઉપલા ફળીયામાં ગ્રામ પંચાયતના આરસીસી રસ્તામાં ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર, શું વહીવટી તંત્ર ધોર નિંદ્રામાં હશે??
વાત્સલ્ય સમાચાર
ડેડિયાપાડા પ્રતિનિધિ
શું વહિવટી તંત્ર અને કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવતા આર સીસી રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર કરી કટકી કોનાં ખિસ્સામાં જાય છે, ??
ગુજરાતનાં ગ્રામીણ વિસ્તારમાં વિકાસના કામો કરવામાં. કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે ત્યારે ડેડીયાપાડા તાલુકામાં ખૂળદી ઉપલું ફળીયુ ગામે આર સીસી રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર સામે આવ્યો છે ડેડિયાપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જે વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવતા આરસીસીના રસ્તામાં ટીડીઓ અને કોન્ટ્રાક્ટર સાથે મિલીભગત કરી આરસીસી રસ્તામાં ખુબ મોટો ભ્રષ્ટાચાર કરી રહ્યાં છે દેડીયાપાડા તાલુકાનું ખુળદી ગામના ઉપલા ફળીયા માં જે આર સીસી રસ્તામાં એસ્ટીમેન્ટ પ્રમાણે મટીરીયલ વાપરવું જોઇએ તે પ્રમાણે વાપરવામાં આવતું નથી અને વેઠ ઉતારવામાં આવે છે અને સળીયા પણ વાપરવામાં નથી આવ્યા તો આ સળિયા કોનાં પેટમાં ગયા?? આખરે રસ્તાનુ આયું કેટલુ ? અને બાકીની કટકી કોનાં ખિસ્સામાં જાય છે શું તંત્ર આવા ભ્રષ્ટાચારી પર લગામ લગાવી કાયદેસરની કાર્યવાહિ કરશે કરું ? કે પછી રામ ભરોશે?? તેવુ લોક મૂખે ચર્ચાઈ રહ્યું છે