SURENDRANAGARWADHAWAN

સુરેન્દ્રનગર જિલ્લામાં બાકી ઈ-મેમા અંગે 22 જુને લોક અદાલતનુ આયોજન યોજાશે.

તા.05/06/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં ટ્રાફીકના નિયમના ભંગ બદલ ઇસ્યુ કરેલ ઇ-મેમાનાં બાકી દંડ અંગે અંદાજીત છ હજાર વાહન ચાલકો વિરુધ્ધ તા.૨૨/૦૬/૨૦૨૪ ના રોજ પ્રી-લીટીગેશન લોક- અદાલતનું આયોજન કરવામાં આવેલ છે જેના માટે કોર્ટ દ્વારા કોર્ટ નોટીસ કાઢી વાહન માલીકને સરનામાં પર તેમજ મેસેજ(SMS) થી મોકલી આપવામાં આવેલ છે અને તે નોટીસ અન્વયે મોટી સંખ્યામાં વાહન ચાલકોએ ઇ-મેમાનાં બાકી દંડ ભરી દીધેલ છે અને આ તબક્કે ઇ-મેમાનાં દંડની રકમ ભરી દેવાથી ભવિષ્યની સખ્ત કાર્યવાહી તેમજ કાયદાકીય ખર્ચથી બચી શકાય તેમ હોય, જેથી તા. ૨૧/૦૬/૨૦૨૪ સુધી ઇ-મેમા ના બાકી દંડની રકમ ભરી દેવા માટે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અને જિલ્લા કાનૂની સત્તા મંડળ, સુરેન્દ્રનગર દ્વારા તમામ નાગરીકોને અનુરોધ કરવામાં આવે છે. તા.૨૨/૦૬/૨૦૨૪ ના રોજ લોક અદાલતમાં હાજર રહી ઇ-મેમાના નાંણા જિલ્લા કાનૂની સત્તા મંડળ, સુરેન્દ્રનગર ખાતે પણ ભરી શકાશે.

[wptube id="1252022"]
Back to top button