SURENDRANAGARWADHAWAN

સુરેન્દ્રનગર બેઠક પરથી ભાજપના ઉમેદવારની શાનદાર જીત 2,60,907 લાખ વધુ મતોથી વિજય

તા.04/06/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર લોકસભા મતવિસ્તારના મતદારોએ ભાજપના ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડયા છે આ બેઠક ઉપર પુનરાવર્તન કર્યું છે ગત ટર્મમાં ડો.મહેન્દ્રભાઈ મુંજપરાને મતદારોએ જંગી બહુમતીથી વિજય બનાવ્યા હતા જ્યારે આ વખતે ખેડૂત અને મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ
પ્રમુખ ચંદુભાઈ સિહોરાને ભાજપે ટિકિટ આપતા તેમણે તથા સુરેન્દ્રનગર જિલ્લા ભાજપની સમગ્ર ટીમે તનતોડ મહેનત કરી દરેક ગામડે અને શહેરમાં પ્રચાર કરી મતદારોને રીઝવવામાં સફળ રહ્યા છે સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ પ્રદેશમાંથી આવેલ પ્રભારી અનિલભાઈ પટેલ, લોકસભા ઇન્ચાર્જ નિલેશભાઈ શેઠ, જિલ્લા ભાજપ મહામંત્રીઓ હાર્દિકભાઈ ટમાલીયા, જયેશભાઈ ભૂત, કરસનભાઈ સિંધવ, હળવદના રજનીભાઈ સંઘાણી તેમજ સમગ્ર ટીમે દિવસ રાત કામગીરી કરી ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના દરેક મતદાન બુથના પેજ પ્રમુખોને સાથે રાખી માઇક્રો પ્લાનિંગ હેઠળ જંગી બહુમતી મેળવી છે.

[wptube id="1252022"]
Back to top button