હિંમતનગર બહુમાળી ભવન ખાતે ફાયર સેફ્ટી અંગે તાલીમ યોજાઇ
************
સાબરકાંઠા જિલ્લામાં કલેક્ટરશ્રી નૈમેષ દવેના માર્ગદર્શન હેઠળ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની ફાયર સેફટી અંગેની તાલીમ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર હિંમતનગર ખાતે યોજાઈ હતી. આગનો બનાવ બને તો આપત્તિ સમયે શું કરવું જોઈએ તે અંગે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને ફાયર વિભાગ દ્વારા તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમમાં સરકારી કચેરીઓમાં લગાવેલા અગ્નિશામક યંત્રનો આપત્તિ સમયે ઉપયોગ કઈ રીતે કરવો તે અંગે ડેમો દ્વારા સમજ આપવામાં આવી હતી. આ તાલીમમાં હિંમતનગર મામલતદારશ્રી(ડિઝાસ્ટર) હિતેષ ચાવડા,નાયબ મામલતદારશ્રી (ડિઝાસ્ટર) અશોકભાઇ પટેલ, બહુમાળી ભવન હિંમતનગર ખાતેના ૧૦૦ જેટલા અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જયંતિ પરમાર સાબરકાંઠા
[wptube id="1252022"]