
એક જ કલાકમાં રૂ. ૩.૫૦ લાખની માલમતા સાથેની થેલી શોધીને પરત કરી ઉમદા ફરજ બજાવી
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જુનાગઢ
જૂનાગઢ : શહેરના મધુરમ વિસ્તારમાં રહેતા ગોકળભાઈ ભાણજી દેવળીયા બસ સ્ટેન્ડ જવા માટે ઓટો રીક્ષામાં બેઠા હતા. અને બસ સ્ટેન્ડ પર રીક્ષામાંથી ઉતર્યા અને તેમની પાસે રહેલ રૂ. ૨.૩૨ લાખ રોકડા અને રૂ. ૧.૧૮ લાખનાં સોનાનાં દાગીના સહિત કુલ રૂ. ૩.૫૦ લાખનાં મુલ્યની થેલી ઓટો રીક્ષામાં ભુલી ગયા હતા. અને રીક્ષા ત્યાંથી ચાલી ગઈ હતી, જેથી આ અંગે ગોકળભાઈએ પોલીસને જાણ કરતાં જૂનાગઢ ઇચા. હેડ કવા. ડી.વાય.એસ.પી. હિતેષ ધાંધાલ્યાના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખાના (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પી.એસ.આઇ પી.એચ.મશરૂ, પો.કોન્સ. રહુલગીરી મેઘનાથી, ચેતનભાઇ સોલંકી, ભાવેશભાઇ પરમાર, એન્જીનીયર નીતલબેન મેતા તથા બી ડીવીઝન પો.સ્ટે.ના એ.એસ.આઇ. રવીરાજસીંહ સોલંકી સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી ગોકળભાઇ ભાણજીભાઇ દેવળીયા જે સ્થળેથી ઓટો રીક્ષામાંથી ઉતરેલ તે સ્થળના વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ CCTV ફૂટેજ ચેક કરતાં ગોકળભાઇ જે ઓટો રીક્ષામાં બેઠા હતા, તેનાં નંબર GJ 34 W 0712 જાણવા મળેલ. જેથી CCTV કેમેરા દ્રારા રીક્ષાને ટ્રેક કરતા જાણવા મળેલ કે ઓટો રીક્ષા બી ડીવીઝન પો.સ્ટે. વીસ્તારમાં હોય જેથી પી.એસ.આઇ. પી.એચ.મશરૂ દ્રારા બી ડીવીઝન પો.સ્ટે.ના એ.એસ.આઇ. રવીરાજસીંહ સોલંકીને જણાવતા ઓટો રીક્ષા મળી આવેલ, તે આધારે ઓટો રીક્ષા ચાલક અતુલભાઇ વાઘેલાને પોલીસ સ્ટાફ દ્રારા પૂછપરછ કરતા જણાવેલ કે પાછળની સીટમાં કોઇ થેલી ભુલી ગયેલ હોય જેથી તેમને ખ્યાલ પણ ન હતો, નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્રારા ફ્ક્ત ૧ કલાકમાં રોકડ રૂપીયા તથા સોનાના દાગીના સહીતના કુલ રૂ. ૩,૫૦,૦૦૦/- ની કીંમતની થેલી શોધી અને ગોકળભાઈ ભાણજીભાઇ દેવળીયાને પરત આપેલ.
ત્યારે ગોકળભાઇ ભાણજીભાઇ દેવળીયા ભાવુક થઈને જણાવેલ કે આટલી કિંમતી વસ્તુ પાછી મળશે તેવી આશા ન હતી, પણ નેત્રમ શાખા પોલીસ સ્ટાફ દ્વારા ફકત એક જ કલાકમાં રૂ. ૩,૫૦,૦૦૦/- ની કીંમતની થેલી શોધી આપી હતી.
ત્યારે ગોકળભાઇe નેત્રમ શાખા પોલીસ સ્ટાફનો ખુબ આભાર વ્યક્ત કર્યો અને પોલીસ સ્ટાફને આશીર્વાદ આપ્યા હતા.





