DHRANGADHRASURENDRANAGAR

ધાંગધ્રા પાલીકા દ્વારા ફાયર સેફ્ટી માટે હોસ્પિટલ શોપિંગ સેન્ટર, મોલ સહીત 17ને નોટિસ ફટકારાઈ.

તા.31/05/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા નગરપાલિકા દ્વારા ફાયર સેફ્ટીને ધ્યાને લઈને ધાંગધ્રામાં આવેલી સાત હોસ્પિટલ, મોલ શોપિંગ સેન્ટર, કોસ્મેટીકની દુકાન રેડીમેડ દુકાન સહિત 17ને નોટિસ ફટકારી તાત્કાલિક અમલવારી નહી કરાય તો સીલ મરવાની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણવામાં આવ્યુ છે રાજયમાં રાજકોટ ખાતે ગેમ જોનના બનાવ બાદ સરકાર દ્વારા ફાયર સેફ્ટી માટે કડક કામગીરી શરૂ કરવા ના આદેશ કરવામાં આવતા ધ્રાંગધ્રા નગરપાલીકા દ્વારા ધ્રાંગધ્રા શહેરની સાત જેટલી જુદી જુદી હોસ્પિટલો સુપર મોલ, શોપિંગ સેન્ટર, ગવર્મેન્ટ ની દુકાનો, કોસ્મેટિકની દુકાનો સહિત 17ને નોટિસ ફટકારી અને તાત્કાલિક ફાયર સેફ્ટીની અમલવારી કરવામાટે જણાવામા આવ્યુ છે આમ જો અમલવારી નહીં કરવામાં આવે તો નગરપાલિકા દ્વારા હોસ્પિટલ સુપર મોલ, શોપિંગ સેન્ટર, ગવર્મેન્ટની દુકાનો, કોસ્મેટિકની દુકાનો સહિતને સીલ મારવાની કામગીરી કરશે, તેમ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા જણાવવામાં આવેલ છે આમ ફાયર સેફટીની કડક અમલવારી કરવામાં આવતા દોડધામ મચી ગઈ છે નગરપાલિકા ચીફ ઓફિસર મન્ટીલભાઈ પટેલે જણાવ્યું કે ધાંગધ્રાની અંદર હોસ્પિટલો હોટલો અને વિવિધ દુકાનો હોલ તપાસ કરી અને ફાયર સેફ્ટી નહી કરવામાં આવલ હોય તો કોઈપણ જાતની શેહ શરમ રાખ્યા કડમા કડક કામગીરી કરવામાં આવશે.

[wptube id="1252022"]
Back to top button