GUJARATIDAR

શું ડેમો ક્લાસની આડમાં ઈડરની ઇલ્વદુર્ગ વિદ્યાસંકુલમાં ચાલી રહ્યું હતું શિક્ષણ કાર્ય?

ઈડરની ઇલ્વદુર્ગ વિદ્યાસંકુલના સંચાલકો કોની મંજુરીથી ડેમો ક્લાસ ચલાવતા હતા?

શું ડેમો ક્લાસની આડમાં ઈડરની ઇલ્વદુર્ગ વિદ્યાસંકુલમાં ચાલી રહ્યું હતું શિક્ષણ કાર્ય?

ઈડરની ઇલ્વદુર્ગ વિદ્યાસંકુલના સંચાલકો કોની મંજુરીથી ડેમો ક્લાસ ચલાવતા હતા?

શું બોડ પરનું લખાણ વિદ્યાર્થીઓને એ વિભાગ રાખવો કે બી વિભાગ રાખવો તેના માર્ગ દર્શન માટે હતું?

માર્ગ દર્શન અપાતું હતું તો શા માટે બાળકોને ક્લાસ રૂમમાં અલગ અલગ બેસાડાયા હતા?

 

ઈડરની ઇલ્વદુર્ગ વિદ્યાસંકુલ શાળામાં વેકેશન દરમિયાન ચાલતા અભ્યાસક્રમ બાબતે સાબરકાંઠા જીલ્લા શિક્ષણ અધિકારી દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી સંચાલકો પાસે નોટિસ નો જવાબ દિન ત્રણમાં માંગવામાં આવ્યો હતો જોકે સંચાલકોએ સાબરકાંઠા શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવેલી નોટિસની અવગણના કરી કોઈ પણ પ્રકારનો જવાબ ન આપતા ફરી એકવાર સાબરકાંઠા શિક્ષણ અધિકારીએ ખાનગી શાળાના સંચાલકો સામે લાલ આંખ કરી હતી. શિક્ષણ અધિકારી દ્વારા ઈડરની ઇલ્વદુર્ગ વિદ્યાસંકુલના સંચાલકોને ફરી એકવાર નોટિસ આપી રૂબરૂ હાજર રહી પોતાનો જવાબ રજૂ કરવા શિક્ષણ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યુ હતું. જીલ્લા શિક્ષણ અધિકારી દ્વારા જણાવ્યા પ્રમાણે રૂબરૂ હાજર રહેલ ઈડરની ઇલ્વદુર્ગ વિદ્યાસંકુલના સંચાલકો ધ્વારા જણાવ્યા પ્રમાણે વિદ્યાર્થીઓ માટે ડેમો ક્લાસ ચલાવતા હતા. વિદ્યાર્થીઓને એ વિભાગ રાખવો કે બી વિભાગ રાખવો તેના માર્ગ દર્શન માટે બોલાવ્યા હતા. કોઈ ભણાવવા માટે નહિ વધુમાં જીલ્લા શિક્ષણ અધિકારી દ્વારા જણાવાયુ હતુ કે ફરિયાદ અને જવાબ સાથે બોર્ડ ને રિપોર્ટ કરાશે.

જયંતિ પરમાર સાબરકાંઠા

[wptube id="1252022"]
Back to top button