
વિજાપુર શહેરની શાંતી ભંગ કરતા તત્વો સામે પગલાં ભરવા માંગ એસપી ને કરાઈ રજૂઆત
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર શહેરની શાંતી ને ભંગ કરતા તત્વો સામે પગલાં ભરવા માટે એસપી તેમજ પીઆઇ સમક્ષ જાગૃત નાગરીકો દ્વારા માંગ કરવામાં આવી છે હાલમાં રાત્રીના સમયે ટોળા બની ફરતા યુવકો જેમાં શહેરના નંદનવન આઈસ્ક્રીમ ખત્રીકુવા વિસ્તારમાં ઠાકોર સમાજના યુવકો અને મુસ્લીમ સમાજના યુવકો વચ્ચે ઝઘડો થતા માહોલ ગરમાયો હતો જોકે પોલીસ ની સક્રિયતા ને કારણે ગરમાયેલ માહોલ ઠંડો પડ્યો હતો એસપી અચલ ત્યાગી પણ આવી પોહચ્યા હતા અને મામલો વણસે તે પહેલાં વિસનગર વસઈ લાડોલ અને સ્થાનીક પોલીસે પાળ બાંધી લીધી હતી જોકે થયેલ ઝગડા માં બે યુવકો ને ઇજા થતાં તેઓને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા જ્યાં વધુ સારવાર માટે ગાંધીનગર લઈ જવાયા હતા મુસ્લીમ સમાજના અગ્રણી અસપાક અલી સૈયદે જીલ્લા પોલીસ અધિક્ષક ને શાંતી ભંગ કરતા કાયદા વ્યવસ્થા નો ભંગ કરતા યુવકો સામે કાયદેસર ના પગલાં ભરવાની માંગ કરી રજુઆત કરવામાં આવી હતી