GUJARATLUNAWADAMAHISAGAR

જિલ્લા કક્ષા સ્પોર્ટસ કોલેજ” શરૂ કરવા સરકારી તથા ખાનગી કોલેજો કે સંસ્થાઓ ૧૫ જુન સુધી ઓનલાઇન અરજી કરવી

વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા

“જિલ્લા કક્ષા સ્પોર્ટસ કોલેજ” શરૂ કરવા સરકારી તથા ખાનગી કોલેજો કે સંસ્થાઓ ૧૫ જુન સુધી ઓનલાઇન અરજી કરવી

સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫માં દરેક જિલ્લામાં “જિલ્લા કક્ષા સ્પોર્ટસ કોલેજ” શરૂ કરવામાં આવનાર છે. જે અંતર્ગત પ્રથમ તબક્કમાં ૪ ઝોનમાં ૪ જિલ્લા કક્ષા સ્પોર્ટસ કોલેજ (DLSC) શરૂ કરવા માટે રસ ધરાવતી સંસ્થાઓ જેવી કે, સરકારી તથા ખાનગી કોલેજો કે સંસ્થાઓ પાસેથી તા. ૧૫/૦૬/૨૦૨૪ સુધી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે.

“જિલ્લા કક્ષા સ્પોર્ટસ કોલેજ” અંગેની ઓનલાઇન અરજી sportsauthority.gujarat.gov.in વેબસાઇટ પરથી કરી શકાશે. જયારે “જિલ્લા કક્ષા સ્પોર્ટસ કોલેજ” પસંદગી માટેના ધારા-ધોરણો રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના ઠરાવ મુજબ (ક) UGC માન્ય યુનિવર્સીટી અથવા UGC માન્ય યુનિવર્સીટી સાથે સંલગ્ન કોલેજ. (ખ) રમતના મેદાનો માટે ઓછામાં ઓછી પ એકર જમીનની ઉપલબ્ધિ જેમાં યુનિવર્સીટી / કોલેજમાં ઉપલબ્ધ મેદાન અને ઈન્ડોર રમતની માળખાકીય સુવિધાઓનો પણ સમાવેશ થશે. સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતના જિલ્લા રમત સંકુલ નજીકની કોલેજ હોય તો તેને છુટ છાટ આપી શકાશે. તેમજ ડી.એલ.એસ.એસ. શાળાની નજીકની કોલેજ / યુનિવર્સીટીને અગ્રતા આપવામાં આવશે. (ગ) ઓછામાં ઓછી ૨૦૦ વિદ્યાર્થીઓ/ વિદ્યાર્થીનીઓ માટે હોસ્ટેલ સુવિધા. (ઘ) પ્રાથમિક ખેલ સુવિધા અને વિકસિત મેદાન ઉપલબ્ધ હોય તે પ્રથમ પસંદગીને પાત્ર રહેશે.

જેથી “જિલ્લા કક્ષા સ્પોર્ટસ કોલેજ” અંગેનો ઠરાવ sportsauthority.gujarat.gov.in ની વેબસાઇટ પરથી મેળવી “જિલ્લા કક્ષા સ્પોર્ટસ કોલેજ” માટે ઓનલાઇન અરજી કરવા મહીસાગર જિલ્લા રમત ગમત વિકાસ અધિકારી દ્વારા  જણાવાયું છે.

[wptube id="1252022"]
Back to top button