GUJARATSURENDRANAGARWADHAWAN

સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલના આઉટ સોર્સિંગના કર્મીઓના પગાર સહિતના પ્રશ્નો મુદ્દે કલેકટરને રજૂઆત

કલેકટર કચેરી અને હોસ્પિટલના સીડીએમઓને કરાઇ લેખીત રજુઆત

તા.29/05/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

કલેકટર કચેરી અને હોસ્પિટલના સીડીએમઓને કરાઇ લેખીત રજુઆત

સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલમાં આઉટ સોર્સીંગ હેઠળ કામ કરતા 50થી વધુ કર્મીઓને છેલ્લા બે માસથી પગાર મળ્યો નથી ત્યારે ગુજરાત રાજય કર્મચારી સંઘના નેજા હેઠળ કર્મચારીઓએ કલેકટર કચેરીમાં લેખિતમાં રજૂઆત કરી હતી જિલ્લા રોગી કલ્યાણ સમિતિના અધ્યક્ષ ખુદ કલેકટર હોવા છતાં કર્મીઓને પગાર ન મળતા રોષની લાગણી ફેલાઈ છે સુરેન્દ્રનગરની સૌથી મોટી સરકારી હોસ્પીટલ એવી ગાંધી હોસ્પિટલનો વહીવટ ખાડે ગયો હોય તેમ લાગી રહ્યુ છે જિલ્લાની ખાનગી હોસ્પિટલોને ગોલ્ડન અવર યોજનાના રૂ. 2 કરોડથી વધુ નાણા ચૂકવવાના બાકી હોવાનો તાજેતરમાં જ ઘટસ્ફોટ થયો છે ત્યારે હોસ્પિટલમાં આઉટ સોર્સીંગથી કામ કરતા 50થી વધુ કર્મીઓને છેલ્લા બે માસથી પગાર ન મળ્યો હોવાનું સામે આવ્યુ છે જેમાં મંગળવારે ગુજરાત રાજય કર્મચારી સંઘના નેજા હેઠળ કલેકટર કચેરીમાં અને હોસ્પિટલના સીડીએમ ઓને લેખીત રજૂઆત કરાઈ હતી જેમાં મયુરભાઈ પાટડીયા સહિતનાઓના જણાવાયા મુજબ દર માસની તા.1લી થી 10 સુધીમાં આ કર્મીઓને પગાર કરી દેવાની વાત કોન્ટ્રાકટમાં જ દર્શાવાઈ હોય છે તેમ છતાં 50થી વધુ કર્મીઓને પગાર ન મળતા તેઓનું આર્થીક બજેટ ખોરવાયુ છે જો કોન્ટ્રાકટર આ કર્મીઓને પગાર ન ચૂકવે તો ગાંધી હોસ્પિટલને પગાર ચૂકવવાની જવાબદારી રહેલી છે બીજી તરફ જિલ્લાની રોગી કલ્યાણ સમિતિના અધ્યક્ષ ખુદ જિલ્લા કલેકટર હોવા છતાં પગાર અનિયમિત મળતા રોષની લાગણી ફેલાઈ છે આ ઉપરાંત નિયમ મુજબ કર્મચારીઓને હાજરી કાર્ડ આપવા, લઘુત્તમ વેતન મુજબ પગાર આપવા, આઉટ સોર્સીંગની આ એજન્સી દ્વારા લેબર લાયસન્સ લેવાયુ છે કેમ ?, કર્મીઓને ઓળખકાર્ડ આપવા સહિતની માંગણીઓ કરવામાં આવી છે.

[wptube id="1252022"]
Back to top button