GUJARATJETPURRAJKOT

Rajkot: કમળાપુર શાળાની ૨૦૫ વિદ્યાર્થીઓની માટે માસીક સ્ત્રાવ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

તા.૩/૧/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: કમળાપુરની શિવમ વિદ્યાલયના પટાંગણ ખાતે વિદ્યાર્થીઓની માટે માસિક સ્ત્રાવ જાગૃતિ અંગેનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જસદણના તાલીમ નિષણાતો ડો. શીતલબેન મેણીયા અને ડો.જસ્મીનાબેન ભુવા દ્વારા ગાર્ડી હાઈસ્કૂલની ધોરણ ૯-૧૨ની વિદ્યાર્થીનીઓ અને શ્રી શિવમ વિદ્યાલયની ધોરણ ૬- ૧૨ની વિદ્યાર્થીનીઓને માસિક સ્ત્રાવ તથા તે દરમ્યાન સ્વચ્છતા અને તેના સાથે જોડાયેલી અંધશ્રદ્ધાઓ દૂર કરવા અંગે જાગૃતિ તથા બહેનોના સ્વાસ્થ્ય અને તંદુરસ્તી વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં શ્રી જયેશભાઈ ઢોલરીયા, શાળાના સંચાલકો, સ્ટાફ અને કમળાપુર પી.એચ.સીના ડો.શ્રી ધવલ ગોસાઈ તેમજ દવાખાનાનો તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button