
વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા
લુણાવાડા ખાતે સહુલત ક્રેડીટ કો.ઓપ.સોસાયટીનુ ઉદઘાટન કરવામાં આવ્યું

મહીસાગર જીલ્લાના લુણાવાડા ખાતે સહુલત ક્રેડીટ સોસાયટીના ઉદઘાટન સમારંભના અધ્યક્ષ મુફતી ઉમર આબિદીન કાસમી મદની સાહેબ હૈદરાબાદ ના હસ્તે કરવામાં આવ્યું. જેમા મુખ્ય મહેમાન તરીકે જનાબ ઉસામાખાન સાહબ CEO, (સહુલત માઈક્રોફાઈનાન્સ સોસાયટી નવી દિલ્હી )
તેમજ જનાબ શકીલ રાજપુત સાહબ સેક્રેટરી J.I.H ગુજરાત તેમજ જનાબ સૈયુમખાન સાહબ (CA) વાઈસ પ્રેસિડેન્ટ અલબરકાહ સોસાયટી અમદાવાદ તથા જનાબ મુસ્તુફા ખેડુવોરા સાહબ નિવૃત્ત અગ્ર રહસ્ય સચિવ ગુજરાત સરકાર ગાંધીનગર ઉપસ્થિત રહ્યા હતા. સહુલત ક્રેડીટ સોસાયટી લુણાવાડા ચેરમેન હાજી અતિકુરહેમાન સિભાઈ,મેનેજીંગ ડિરેક્ટર યાકુબને પઠાણ તેમજ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ દ્વારા તમામનું સ્વાગત કરવામાં આવ્યું .આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.લુણાવાડા દારૂલ ઉલુમના શૈખુલ હદીષ અને જુમ્મા મસ્જિદના પેશઈમામ મૌલાના હિફઝુરરહેમાન સાહેબે દુઆ ફરમાવી હતી.આભારવિધિ અહમદભાઈ પટેલે કરી હતી.









