
તા.24/05/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જીલ્લામાં મિલ્કત વિરોધી ગુનાઓ તેમજ હથીયારધારાના ગુનાઓ શોધી કાઢવા તેમજ ગુનાહીત પ્રવૃત્તિ શોધી કાઢવા માટેની સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને એસઓજી પીઆઈ એચ જે ભટ્ટના માર્ગદર્શન હેઠળ મળેલ બાતમી હકીકત આધારે ઢેઢુકી ચાપરાજભાઈ જોરૂભાઈ વેગડ પાસે ગેરકાયદેસર હથીયાર છે અને તે સાયલા ચોટીલા હાઈવે રોડ ઉપર હડાળા ગામના પાટીયા પાસે ઈન્ડીયન ઓઈલ પેટ્રોલ પંપ પાસે રોડ ઉપર આવનાર છે તેવી ચોકકસ બાતમી હકીકત આધારે તપાસમાં રહેતા બાતમી વાળો ઈસમ ઈન્ડીયન ઓઈલ પેટ્રોલપંપ તરફથી આવતો જોવામાં આવતા મજકુર ઈસમને પકડી નામઠામ પુછતા મજકુર ઈસમનું નામ ચાપરાજભાઈ જોરૂભાઈ વેગડ રહે ઢેઢુકી, સાયલા સુરેન્દ્રનગર હોવાનું જણાવેલ તેમજ તેની અંગ ઝડતી કરતા તેની અંગ ઝડતીમાંથી દેશી હાથ બનાવટ રીવોલ્વર કિ.રૂ.15000 ની મળી આવતા આજરોજ આ હથીયાર લઈને નીકળેલ હોવાનું જણાવતા, મજકુર આરોપીને હથીયાર સાથે એસઓજી સુરેન્દ્રનગરે પકડી પાડેલ છે.