
નર્મદા જિલ્લા ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા ૧૯ પોલીસ જવાનોનું મેડિકલ ચેકઅપ કરાયું
રાજપીપલા : જુનેદ ખત્રી
ટ્રાફિક પોલીસ હંમેશા રોડ રસ્તા ઉપર આકરી ગરમીમાં ફરજ બજાવતા હોય છે ત્યારે હાલ હીટ વેવના કારણે તેમના સ્વાસ્થ્ય પર માઠી અસર ન પડે તે માટે પોલીસ અધિક્ષક નર્મદા ના માર્ગદર્શન હેઠળ આજે ૧૯ જેટલા પોલીસ જવાનોનું રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ ચેકઅપ કરાવાયું હતું
હાલમાં તાપમાન સામાન્ય રીતે ૪૪ ડીગ્રી જેટલું રહેતુ હોય એવા સંજોગોમાં નર્મદા જીલ્લા ટ્રાફિક શાખાના પોલીસ જવાનો તેઓની ફરજ જાહેર જગ્યાએ તેમજ રોડ ઉપર ટ્રાફિક નિયમન કરી બજાવી રહેલ છે અને આ ગરમી તેમજ હીટવેવ ના કારણે જવાનોના શારીરીક તેમજ માનસિક સ્વાસ્થય ઉપર વિપરીત અસર ન થાય તેમજ જવાનો તેઓની ફરજ યોગ્ય તેમજ સ્વસ્થ રીતે બજાવે તે હેતુથી ડૉ અવિનાશ દવે “ડીન” રાજપીપલા હોસ્પિટલના સાથ સહકારથી આજરોજ તા,૨૨/૦૫/૨૦૨૪ ના રોજ જીલ્લા ટ્રાફિક શાખાના પો.સ.ઇ એસ.એસ.મિશ્રા તથા ટ્રાફિક શાખાના કૂલ-૧૯ પોલીસ જવાનોની મેડીકલ તપાસણી રાજપીપલા સિવીલ હોસ્પિટલ ખાતે કરાવવામાં આવી જેમા લેબોરેટરી ટેસ્ટ, હાઈબીપી, સુગર, કોલેસ્ટ્રોલ, એચ.આઇ.વી, યુરીનટેસ્ટ, આંખ તથા ગળા અને કાનનુ ચેકઅપ,માનસિક રોગોના વિભાગમાં રૂટીન ચેકઅપ તથા જનરલ ચેકઅપ કરાવવામાં આવ્યુ.