GUJARATLUNAWADAMAHISAGAR

મહીસાગર જિલ્લામાં આઇ. ટી. આઇના ઓનલાઈન પ્રવેશ ફૉર્મ ભરવાના શરૂ

વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા

મહીસાગર જિલ્લામાં આઇ. ટી. આઇના ઓનલાઈન પ્રવેશ ફૉર્મ ભરવાના શરૂ પ્રથમ રાઉન્ડના પ્રવેશ ફૉર્મ ભરવાની અંતિમ તા.૧૩/૦૬/૨૦૨૪

મહીસાગર જિલ્લામાં ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ/કેન્દ્રો(આઇ. ટી. આઇ.)ના પ્રવેશસત્ર ૨૦૨૪ માટે ઓનલાઈન પ્રવેશ ફૉર્મ itiadmission.gujarat.gov.in વેબસાઇટ પર ભરવાના શરૂ છે. પ્રવેશ મેળવવા માંગતા ઉમેદવારો મહીસાગર જિલ્લાની તમામ સરકારી લુણાવાડા, વિરપુર, ખાનપુર, દિવડાકોલોની, સંતરામપુર અને બાલાસિનોર) ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ તેમજ ગ્રાન્ટ ઈન એઇડ અને સ્વનિર્ભર ઔદ્યોગિક તાલીમ કેન્દ્રો ખાતેના હેલ્પ સેન્ટર પર વિનામૂલ્યે ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરાવી તથા પ્રવેશ સબંધિત માર્ગદર્શન મેળવી શકે છે. પ્રથમ રાઉન્ડના પ્રવેશ ફૉર્મ ભરવાની અંતિમ તા.૧૩/૦૬/૨૦૨૪ નિયત થયેલ છે. વધુ વિગત માટે ઉમેદવારોને પોતાની નજીકની સંસ્થાનો સંપર્ક કરવા આચાર્ય દ્વારા લુણાવાડા આઈ ટી આઈ લુણાવાડા મહીસાગર દ્વારા જણાવવામાં આવ્યું છે

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button