GUJARATMAHISAGARSANTRAMPUR

સંતરામપુરના મદરેસા એ ઇસ્લામિયા નો તપાસ અધિકારી દ્વારા સર્વે હાથ ધરાયો

સંતરમપુરના મદ્રેસા એ ઇસ્લામિયહ નો તપાસ અધિકારી દ્વારા સર્વે હાથ ધરાયો.
—————————————
અમીન કોઠારી:- મહીસાગર
સંતરમપુર તા. ૧૯/૫/૨૪

 

 


તારીખ:૧૮/૦૫/૨૦૨૪ ના રોજ રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગની સૂચનાથી રાજ્યના શિક્ષણ વિભાગના સચિવ દ્વારા મહીસાગર જિલ્લાશિક્ષણાધિકારી ના પત્ર અન્વયે તપાસ અધિકારી તરીકે ૧.પટેલ મનુભાઈ હરિભાઈ (TPEO) તથા ૨.પ્રજાપતિ કૌશિકકુમાર મગનભાઇ(CRC Co-ordinator)સવારે મદ્રેસા- એ – ઇસ્લામિહય સંતરામપુર ની આકસ્મિક મુલાકાત લઈ મદ્રેસા મા તાલીમ લેતા બાળકો મદ્રેસા ની તાલીમ સાથે શાળાનો અભ્યાસ કરે છે કે નહી તે માટે મદ્રેસા માં તાલીમ લેતા તલબાઓની હાજરી, હાલમાં કઈ શાળામા અભ્યાસ કરે છે અને ક્યા ધોરણમાં અભ્યાસ કરે છે, સરનામું તેની દરેક તલબા (વિદ્યાર્થિની) ની ક્લાસ વાર માહીતી પત્રક માં નોંધ કરી, ક્લાસનું કુલ ક્ષેત્રફળ, ક્લાસની સંખ્યા, સ્ટાફ ની વિગત તથા પગાર ની વિગત અને મદ્રેસા નો આવકનો સ્ત્રોત,BUP પરમિશન, ફાયર સેફ્ટી વગેરે માહીતી ચેકલિસ્ટ મુજબ મદ્રેસા એ ઇસ્લામીયહ ના સદર મુદરરીસ મૌલાના ઇમરાનસાબ તથા મદ્રેસા ના પ્રમુખ હાજી સબ્બિર મોરાવાલા તથા સેક્રેટરી સફિકભાઇ પઠાણ અને મદ્રેસા ના ટ્રસ્ટી ઈલ્યાસભાઇ કબજી નાઓ એ માંગ્યા મુજબની માહીતી આવેલ અધિકારીશ્રીઓને આપવામા આવી અને આવનાર અધિકારીઓને સહયોગ પૂરો પાડવામાં આવ્યો અને આવનાર અધિકારીઓ પણ સંતોષકારક માહિતી આપવા બદલ આભાર વ્યકત કર્યો

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button