છોટાઉદેપુર જિલ્લામાં ઇતિહાસમા પ્રથમ વખત મદ્રેસાના બાળકોનું સર્વે હાથ ધરાયું
ધાર્મિકશાળામાં ડ્રોપ આઉટ રેશિયા માટેના સર્વેને આવ્યાવારિક ગણાવતા લઘુમતી ટ્રસ્ટ
છોટાઉદેપુર જિલ્લામાં શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાતના અસ્તિત્વકાળથી વર્તમાન સુધીમાં પ્રથમ વખત લઘુમતી સમાજના ધાર્મિક મદ્રસામા ધાર્મિક શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓની માહિતી મેળવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી હતી જેમાં અનેક ત્રુટિઓ શિક્ષણ વિભાગની પ્રકાશમાં આવી હતી સૌ પ્રથમ તો કોઈપણ ધાર્મિક શાળાની માહિતી લેવા જતા પૂર્વે ટ્રસ્ટના પ્રમુખ અને મંત્રી ને સંબોધન કરી એક પત્ર લખવો પડે કે સરકારના સંલગ્ન વિભાગના પત્રના આધારે માહિતી મેળવવાની હોય તેના અનુંસંધાનમા નમૂના મુજબના પત્રક મુજબ માહિતી પુરી પાડવા વિનંતી કરવી જોઈએ જે કરવામાં આવી ના હતી અમુક ટ્રસ્ટના ટ્રસ્ટીએ અધિકારી વર્ગને માહિતી લેવી હોય તો પત્ર પાઠવો એવુ જણાવતા પત્ર લખી માહિતી મેળવી હતી સદર માહિતી લઘુમતી ટ્રસ્ટીઓના મતે વ્યર્થ હતી કારણકે આ માહિતી આંગણવાડી અને બાલવર્ગ ના સંચાલિકા પાસેથી લે તો સાર્થક કહેવાય મદ્રેસામા ધાર્મિક શિક્ષણ આપતાં શિક્ષકો શિક્ષણ વિભાગને સુસંગત બનાવેલ ફોર્મેટ પ્રમાણે માહિતી આપીજ શકતા નથી કારણ કે એ એમના જ્ઞાન બહારની વસ્તુ છે અને માહિતી એકત્ર કરવા માટે ્યુઆઈ ડી નંબર ઉપરથી સર્ચ કરવાની હોય છે તો ધાર્મિક શાળામાં માહિતી મેળવવાનો અર્થ નીરર્થક છે રાજ્યની શાળાઓમાં પહેલા ધોરણમા પ્રવેશ મેળવે એટલે યુઆઇડી નંબર પડી જાય અને ત્યાર પછી કયા સુધી એ અભ્યાસ કરેછે એ પ્રત્યેક વર્ષે એજ વિદ્યાર્થીને તેજ શાળામાં સર્ચ કરવાથી ખબર પડશે કે અભ્યાસ ચાલુ છે કે ડ્રોપ આઉટ છે અન્યથા ધાર્મિક સ્કૂલમાં 1 ધોરણમાં પ્રવેશ 4 વર્ષથી આપતાં હોય છે અને શળાઓમાં 6 વર્ષેથી આપતાં હોય છે એટલે આ માહિતી શાળાઓ, આંગણવાડી, અને બાલવર્ગ માંથી મેળવવી જોઈએ ધાર્મિક શાળામાં ગુજરાતમા પ્રથમ વખત આ માહિતી માંગતા ટ્રસ્ટ મંડળ દ્વારા નારાજગી જતાવી હતી અને માહિતી ખરેખર કેમ માંગીછે એ આવનાર ભવિષ્યમાં ખબર પડશે…
રીપોર્ટર અંજુમ ખત્રી છોટાઉદેપુર









