GUJARATNAVSARI

નવસારી જિલ્લામાં ધાડ, લુંટના ગુના અટકાવવા સી.સી.ટી.વી કેમેરા મૂકવા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટનો હુકમ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
નવસારીના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી કેતન પી.જોષીએ એક હુકમ અનુસાર નવસારી જિલ્લામાં થતી ધાડ, લુંટ અને ચોરીઓના ગુના અટકાવવા માટે તથા વણશોધાયેલ ગુનાઓ શોધવા માટે જિલ્લામાં આવેલા મહત્વના સ્થળો, દુકાનો સહિત તમામ પેટો્રલપંપ ઉપર સી.સી.ટી.વી. કેમેરા (નાઇટ વિઝન તથા હાઇ ડેફીનેશન)  વીથ રેકોડીગ સીસ્ટમ મુકવામાં હુકમ કર્યો છે. જે તા.૨૩/૦૫/૨૦૨૪ થી તા.૨૧/૦૭/૨૦૨૪ સુધી અમલમાં રહેશે.

સીસીટીવી કેમેરાના કારણે ગુનેગારો અને ગુનામાં વપરાયેલ વાહનો આઇડેન્ટીફીકેશન થઇ શકે ગુનો ડીટેકટ કરવામાં આ કડી મહત્વની બને એટલુ જ નહી ગુનેગારોની વિરુધ્ધમાં આ અંગેનો સબળ પુરાવો કોર્ટ સમક્ષ મુકી શકાય. જેથી જિલ્લામાં આવેલા તમામ પેટ્રેલલપંપ ઉપરના ફીલીગ સ્ટેશનો ઉપર તથા પેટ્રોલપંપની બાજુમાં આવેલી દુકાનો ઉપર ગાડીના નંબર દેખાય તે રીતે અને ડ્રાઇવર તથા તેની બાજુમા બેઠેલા વ્યકિતનું રેકોર્ડીગ થઈ શકે તે રીતે ગોઠવવા પેટ્રોલપંપ ઉપર આવતી જતી વ્યકિતઓ તથા વાહનોની ઓળખ થઇ શકે તે રીતે પુરતી સંખ્યામાં કેમેરા ગોઠવવા. નવસારી જિલ્લામાં આવેલા તમામ હોટલના ભોજનકક્ષ તથા હોટલની બાજુમા આવેલી દુકાનો ઉપર ગાડીના નંબર દેખાય તે રીતે તથા ભોજનકક્ષમાં બેઠેલી વ્યકિતઓનું રેકોર્ડીગ થઇ શકે તે રીતે પુરતી સંખ્યામાં કેમેરા ગોઠવવાના રહેશે.

જિલ્લામાં આવેલા તમામ ટોલ પ્લાઝા ઉપર આવતાં જતા દરેક વાહનોના નંબર આઇડેન્ટીફીકેશન થાય તે રીતે પુરતી સંખ્યામાં કેમેરા ગોઠવવા. તમામ એ.ટી.એમ.સેન્ટરો સી.સી.ટી.વી. કેમેરા અને ખાનગી સિકયુરીટી ગાર્ડ (૨૪ કલાક માટે ) રાખવાં જેથી વ્યકિતઓનું આઇડેન્ટીફીકેશન થઇ શકે સી.સી.ટી.વી. કેમેરા રાત્રી દરમ્યાન રેકોર્ડીંગ કરી શકે તેવા કવોલીટીનાં રાખવા ૩૦ દિવસ સુધી રેકોર્ડીગ રહે તેવી વ્યવસ્થા રાખવી. ચીલઝડપ, ચોરી, ધાડ, લુંટ,બોમ્બ બ્લાસ્ટ કરવાના પ્રયત્નો તથા સમાજ વિરોધી તત્વો ખાસ કરીને ભીડભાડવાળા તેમજ લોકોની અવર-જવરવાળા વિસ્તારથી માહીતગાર થઇને તેઓની ગેરકાયદેસરની  પ્રવૃતિને અંજામ આપતા હોય છે. બેંકો, નાણાંકીય સંસ્થાઓ, સોના ચાંદી તથા ડાયમંડના કિંમતી ઝવેરાત વેચનાર જવેલર્સની દુકાનો, આંગડીયા પેઢીઓ, સુપર માર્કેટ /શોપીંગમોલ ,શોપીંગ સેન્ટરો, કોર્મશીયલ સેન્ટરો,  હોટલો, ગેસ્ટ હાઉસો, થિયેટરો, લોજીંગ બોર્ડીગો, ધર્મશાળાઓ, અતિથીગૃહો, વિશ્રામગૃહોમાં બહુમાળી બિલ્ડીંગોમાં તથા મોટા ધાર્મિક સ્થળોમાં અંદરના ભાગે સી.સી.ટી.વી. કેમેરા મુકવા જણાવામાં આવે છે. આ હુકમનો ભંગ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૩૫ મુજબ શિક્ષાને પાત્ર થશે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button