ધાંગધ્રાના નવલગઢ નજીક સરકારના કરૂણા અભિયાન પશુ ચિકિત્સા વાનની ટીમે ગાય અને વાછરડાનો જીવ બચાવ્યો.

તા.18/05/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના નવલગઢ ખાંભલા વચ્ચે હરિ બાપુના આશ્રમ પાસે ગાય અને વાછડાનો સરકારના કરુણા અભિયાન પશુ ચિકિત્સા વાનની ટીમે અને સામાજિક કાર્યકર દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા અને વાછડાને સારવાર આપી ને જીવ બચાવ્યો રાજ્યમાં વર્ષ 2017 થી અબોલ પશુ અને પક્ષીની કાળજી માટે સરકાર દ્રારા કરુણા અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી આરોગ્ય ક્ષેત્રે 108 ની વિશેષ સેવાઓને ધ્યાને લઈને પશુ ચિકિત્સા માટે 1962 નંબરની સેવાઓ સાથે ચિકિત્સા વાનની શરૂઆત કરવામાં આવી હતી જે અંતર્ગત ધ્રાંગધ્રા તાલુકાના સીતાપુર, દુદાપુર અને અંકેવાડીયા સેન્ટર હેઠળ કુલ 30 ગામો મા એક વેટરનરી ડોક્ટર અને પાયલોટ, ડ્રેસર સાહિતની ટિમ વાનમાં મોજુદ રહે છે ત્યારે ધ્રાંગધ્રા તાલુકાના નવલગઢ ગામે એક રેઢીયાળ ગાય વિહાણી હતી પણ ગાયને દૂધનો ભરાવો વધુ હતો તેમજ આંચળ પાકતા હોય એક દમ ફુલાઈ ગયાં હતા આવા સંજોગોમાં વાછરડું દૂધ પી નથી શકતું અને વાછરડાનાં જન્મ પછી 48 કલાક ગાયની આ જ હાલત રહે તો આવા કિસ્સામાં ગાયનું મૃત્યુ થઇ શકે છે જેથી સામાજિક કાર્યકર સિન્ધુભાઈ દ્રારા કંટ્રોલરૂમ માં સમગ્ર હકીકત જણાવી ઇમર્જન્સી સમજાવી હતી ર્ડો ની પેનલ સાથે ચર્ચા બાદ તત્કાલ ટિમ રવાના થઇ નવલગઢ હરીબાપુ આશ્રમેં આશરે પડેલી ગાય ને જરૂરી ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા જો કે ધ્રાંગધ્રાનાં ત્રણ સેન્ટરો ઉપર મોજુદ વાન દર મંગળવાર અને શુક્રવારે ફરજીયાત ગામડાઓની મુલાકાત લેતી હોય છે પણ માતા ગાય ની હાલત નાજુક જણાતા વાનનાં ર્ડો મેહુલભાઈ સોલંકી અને પાયલોટ ડ્રેસર રામસીંગભાઈ રબારીની ટીમે પરિસ્થિતિની ગંભીરતા સમજી તત્કાલ એક્શન સારવાર આપી હતી એક તકે ગાયને નોર્મલ હાલતમાં આવતા હજી સતત ચાર દિવસ ઇન્જેક્શન સહીતની ટ્રીટમેન્ટ જરૂરી છે ત્યારે પ્રાથમિક સારવાર બાદ હાલ ગાયને રોજિંદા ઇન્જેકસન આપવામાં આવી રહ્યા છે 1962 હેલ્પલાઇન નંબરથી આ સેવા ખૂબ જ સારુ કાર્ય આપે છે ત્યારે લોકોમાં પણ અબોલ પશુ પક્ષી માટે આ સેવાનો ઉપયોગ વધે તો 108 જેમ 1962 નંબર પણ ઉત્તમ કામગીરી આપી શકે તેમ છે.