AHAVADANG

આહવા છાત્રાલયમાં ભોજનમાં સુધારો લાવવા તથા એજન્સી બદલવા માટે આદિજાતિ વિકાસ અધિકારીને રજુઆત..

વાત્સલ્યમ સમાચાર – મદન વૈષ્ણવ-ડાંગ ડાંગ જિલ્લાની સરકારી કુમાર છાત્રાલય કોલેજ -2 માં ગુણવત્તા યુક્ત ભોજન ન મળતા એબીવીપીનાં કાર્યકરો અને વિદ્યાર્થીઓ દ્વારા આહવા ડાંગ આદિજાતિ વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી.ડાંગ જિલ્લાની સરકારી કુમાર છાત્રાલય કોલેજ – 2 માં  કુલ 300 વિદ્યાર્થી રહે છે.અને છાત્રાલયનાં શરૂ થયાના સમયથી
ગુણવતા યુક્ત ભોજન આપવામાં આવતુ નથી.તેમજ સવાર માં આપવામાં આવતો નાસ્તો પણ વ્યવસ્થિત નથી હોતો,દૂધમાં પણ પાણી ની મિલાવટ કરવામાં આવે છે.વિદ્યાર્થીઓ દ્વારા આ અંગે વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ ભોજનમાં સુધારો કરવામાં આવેલ નથી.આવા ભોજનથી વિદ્યાર્થીઓની તબિયાત બગડતી હોય છે.ત્યારે  એજન્સી બદલી બીજી એજન્સી ને કોન્ટ્રાક્ટ આપવામાં આવે એવી માંગ સાથે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનાં વિદ્યાર્થીઓ દ્વારા આદિજાતિ વિકાસ અધિકારીનેને લેખિતમાં આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.તેમજ જો ભોજનમાં 2 દિવસ સુધારો વધારો નહિ કરવામાં આવે તો છાત્રાલયના 300 વિદ્યાર્થી તેમજ ABVPનાં કાર્યકર્તા દ્વારા આંદોલન કરવામાં આવશે એવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી…

[wptube id="1252022"]
Back to top button