અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજ તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં આવેલ એક ગ્રામપંચાયતમા બોગસ લગ્ન નોંધણી થયા હોવાની ચર્ચા
હાલ ટોપ ધ ટોપિક તરીકે જો કોઈ મુદ્દો ઉભો થયો હોય તો તે છે બોગસ લગ્ન નોંધણી નો મુદ્દો જે હાલ શહેરા વિસ્તારમાં આવેલ ભદ્રાલા ગામમાં બોગસ લગ્ન નોંધણી થયાનો કિસ્સો સામે આવ્યો છે જેનો રેલો અરવલ્લી જિલ્લામાં પણ પોહચી ગયો છે અને હાલ સમગ્ર ગુજરાતમાં બોગસ લગ્ન નોંધણી એ ટોપ ધ ટોપિક બન્યો છે જેને લઇ અરવલ્લી જિલ્લામાં પણ મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારની એક ગ્રામ પંચાયતમાં એક નહિ પણ બે કે તેથી વધુ બોગસ લગ્ન નોંધણી કરી જે તે તલાટી દ્વારા લગ્ન નોંધણી ના પ્રમાણપત્ર આપી દેવાયા હોવાની હાલ માહિતી પ્રાપ્ત થઇ છે જેની અંદર તલાટી દ્વારા કોઈપણ પ્રકારના ડોક્યુમેન્ટ લીધા વગર માત્ર લગ્ન નોંધણીના પ્રમાણપત્ર પર સહી સિક્કા કરી ને લગ્ન કરી આપ્યા હોવાની માહિતી સામે આવી છે જેમાં આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર બે ત્રણ વર્ષ પહેલા પણ એક દીકરીના પિતા દ્વારા આરટીઆઈ થી માહિતી માંગવામાં આવી હતી અને રેકોર્ડ પર માત્ર નામ જ હતા અને કોઈપણ પ્રકારના ડોક્યુમેન્ટ જોવા ન મળ્યા હતા. ત્યારે આ બાબતે હાલ લગ્ન નોંધણી કૌભાંડ બહાર આવ્યું છે ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ બહાર આવી શકે તેમ છે જો ઉચ્ચ કક્ષાએ થી તપાસ થાય તો સમગ્ર કૌભાંડ બહાર આવી શકે તેમ છે ખાસ કરીને જે તે સમયે થયેલ બોગસ લગ્ન નોંધણી સામે તલાટી સામે કેમ કાર્યવાહી ના થઇ…? અને નોંધણીના રેકોર્ડ તાલુકા કક્ષાએ પણ મોકલવામાં આવ્યા હતા તો તાલુકા કક્ષાએ થી કેમ કોઈ કાર્યવાહી નહિ…? જેવા પ્રશ્નો ઉભા થયા છે









