
ભુજ તાલુકામાં પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા એસ. સી. એસ. ટી. શિક્ષકોની ભુજ ખેંગારપાર્ક મધ્યે કચ્છ જિલ્લા ઉત્કર્ષ મંડળના. પ્રમુખશ્રી ભરતભાઈ ધરજીયા ના અધ્યક્ષ પદે એક બેઠક યોજવામાં આવી.
જેમાં અંજાર તાલુકા ઉત્કર્ષ મંડળના પ્રમુખ. શ્રી રમેશભાઈ વણકર તેમજ અંજાર ઉત્કર્ષમંડળના જિલ્લા પ્રતિનિધિ. શ્રી કાલિદાસભાઇ વણકર ખાસ ઉપસ્થિત રહ્યા. ત્રણેય મહાનુભાવો એ ઉત્કર્ષમંડળના ઉદ્દેશો અને સંગઠનના અનેક ફાયદાઓ વિશે માર્ગદર્શન આપ્યું અને કચ્છ જિલ્લા ઉત્કર્ષમંડળની જિલ્લા કક્ષાએથી મંજૂરી મેળવવા માટેની કાર્યવાહી બાબત જણાવ્યું. ત્યારબાદ ભુજ તાલુકા ઉત્કર્ષમંડળની નવીન કારોબારીની રચના કરેલ. જે નીચે મુજબ છે.
પ્રમુખ શ્રી રમેશકુમાર એમ પરમાર શ્રી ધરમપર પ્રાથમિક શાળા, મહામંત્રી શ્રી દિનેશભાઈ આર. વાણીયા. આર.ટી. ઓ. હિન્દી માધ્યમ શાળા ભુજ. સહમંત્રી. શ્રી ગીરીશભાઈ કે પરમાર. ઢોરી કુમાર પ્રાથમિક શાળા. ખજાનચી. શ્રી કનુભાઈ એલ વણકર. શ્રી ધ્રંગ પ્રાથમિક શાળા. સહ ખજાનચી. શ્રી જયેશભાઈ સી પટેલ. શ્રી કુનરીયા કન્યા પ્રાથમિક શાળા. સંગઠન મંત્રી. શ્રી મહેશભાઈ કે જાદવ મોટા દીનારા પ્રાથમિક શાળા. શ્રી રાકેશભાઈ ડી પરમાર. શ્રી વાત્રા પ્રાથમિક શાળા આંતરિક ઓડિટર. શ્રી ભાવિનકુમાર એલ જાદવ. શ્રી મોડસર પંચાયત પ્રાથમિક શાળા. મીડિયા કન્વીનર. શ્રી હિતેશભાઈ એમ પરમાર. શ્રી રાયધણપર પ્રાથમિક શાળા. ઉપરોક્ત હોદ્દાઓની સર્વાનુંમતે વરણી કરવામાં આવી.








