
દેડિયાપાડા તાલુકામાં આકાશી વીજળી પડવાથી મૃત્યુ પામેલા હતભાગીઓના પરિવારોને સહાય ચૂકવાઈ

તાહિર મેમણ – ડેડીયાપાડા : 15/05/2024 – નર્મદા જિલ્લામાં તા.૧૪મી મેના રોજ દેડિયાપાડા તાલુકા સહિતના વિસ્તારોમાં ગાજ-વીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. દરમિયાન સવારે ૧૧-૩૦ કલાકના અરસામાં દાભવણ ગામે આકાશી વીજળી પડતાં દિલશાન જયંતીભાઈ વસાવા (ઉ.વ.૧૪) અને નૈતિકભાઈ રાજેશભાઈ વસાવા(ઉ.વ.૧૧)ના મૃત્યુ થયા હતા. તેવીજ રીતે કુકરદા ગામે બપોરે ૧૨-૧૫ કલાકના અરસામાં આકાશી વીજળી પડતાં ભૂપેન્દ્રભાઈ ડુંગરજીભાઈ વસાવા(ઉ.વ.૫૪)નું મૃત્યુ થયું હતું.
આકાશી વીજળી પડવાથી થયેલા માનવમૃત્યુના કિસ્સમાં રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપાતી સહાય દુર્ઘટનાના માત્ર ૧૨ કલાકના ટૂંકા સમયગાળામાં જ તાત્કાલિક ધોરણે સહાય ચૂકવી દેવામાં આવી હતી. ત્રણેય મૃતકોના પરિવારજનોને વ્યક્તિ દીઠ ૪-૪ લાખ રૂપિયા દેડિયાપાડાના ઈન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારીએ રૂબરૂ સ્થળ પર જઈને સહાયના ચેક વિતરણ કરી દૂઃખી પરિવાર પ્રત્યે સંવેદના સાથે સહાનુભૂતિ દાખવી હતી.









