GUJARATSURENDRANAGARWADHAWAN

સુરેન્દ્રનગર યુરોકિડ્સ સ્કુલ પાસે ફાયરિંગ કરનાર બે આરોપીને રાજપર નર્મદા કેનાલ પાસેથી પોલીસે ઝડપી લીધા.

તા.13/05/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર શહેરના જુની હાઉસીંગ વિસ્તારમાં ગત તા. 9મી મેના રોજ બપોરના સમયે જુના મનદુ:ખ બાબતે ફાયરીંગનો બનાવ બન્યો હતો.જેમાં એક વ્યક્તિને ખભાના ભાગે ઇજા થઇ હતી આ બનાવની શહેરના બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી ત્યારે પોલીસે આ કેસના બે આરોપીઓને રાજપર કેનાલ પાસેથી ગુનામાં વપરાયેલ પીસ્તોલ અને બે બાઇક સાથે ઝડપી લીધા છે સુરેન્દ્રનગરમાં તા. 9મીના રોજ બપોરના સમયે જુની હાઉસીંગ વિસ્તારમાં ફાયરીંગનો બનાવ બન્યો હતો કુંભારપરામાં રહેતા કાળુભાઇ મયાભાઇ ભરવાડ જુની હાઉસીંગ વિસ્તારમાં આવેલ શાળા પાસેથી પસાર થતા હતા ત્યારે અગાઉના મનદુ:ખને લઇને કલ્પેશ રબારી અને અન્ય એક અજાણ્યા શખ્સે બાઇક પર આવી તેમના પર ફાયરીંગ કર્યુ હતુ જેમાં ખભાના ભાગે કાળુભાઇને ઇજા થતા સારવાર માટે દવાખાને લઇ જવાયા હતા આ બનાવમાં કલ્પેશ રબારી અને એક અજાણ્યા શખ્સ સામે બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી મુખ્ય આરોપી કલ્પેશ રબારી મુળ બાળા ગામનો હોવાથી તે દિશામાં પીએસઆઇ એસ પી ઝાલા, દિલીપભાઇ, દિનેશભાઇ, અજીતસીંહ સહિતનાઓ તપાસ કરી રહ્યા હતા ત્યારે કલ્પેશ રબારી રાજપર કેનાલ પાસે હોવાની જાણ થતા જ પોલીસે વોચ રાખી હતી અને માનવ મંદિર રોડ પર રહેતા કલ્પેશ રબારી તથા 80 ફુટ રોડ પર રહેતા મેલાભાઇ અરજણભાઇ કલોતરાને ઝડપી લીધા હતા બન્ને શખ્સોને ગુનામાં વપરાયેલ પીસ્તોલ અને બે બાઇક સાથે ઝડપી લઇ વધુ કાર્યવાહી હાથ ધરાઇ છે પોલીસની પ્રાથમીક તપાસમાં સહ આરોપી મેલાભાઇ કલોતરા સામે બી ડીવીઝન, મૂળી અને પાણશીણા પોલીસ મથકે મારામારી, ધમકી આપવી અને પ્રોહીબીશનના ગુના નોંધાયા હોવાનું સામે આવ્યુ છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button