
તા.29.01.2023
વાત્સલ્યમ સમાચાર
અજય સાંસી દાહોદ
દાહોદ જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં આયોજિત નેશનલ લેવલ મોનીટરની એન્ટ્રી બેઠક
દાહોદ જિલ્લામાં ડીઆરડીએ ખાતે ભારત સરકારના પંચાયતી રાજ અને ગ્રામીણ વિકાસ મંત્રાલય ખાતેથી પધારેલ નેશનલ લેવલ મોનીટર (NLM)ની એન્ટ્રી મિટિંગ ગત શનિવારે કલેકટર ડો. હર્ષિત ગોસાવીની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આયોજિત બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી, નિયામક જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દાહોદ સહિત વિવિધ યોજનાના શાખા અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.
આયોજિત બેઠકમાં ભારત સરકારની વિવિધ યોજનાઓની સમીક્ષા કરવામાં આવી હતી. NLM દ્વારા તા:- ૨૮/૦૧/૨૦૨૩ થી ૦૪/૦૨/૨૦૨૩ સુધી વિવિધ પંચાયતોની મુલાકાત લેવામાં આવનાર હોય સબંધિત અધિકારીઓને ગ્રામકક્ષાએ જરૂરી આયોજન કરવા સુચના અપાઈ હતી
[wptube id="1252022"]