તિલકવાડાના દેવલીયા નજીક 35 વર્ષીય યુવકને શિકાર બનાવનાર માનવ ભક્ષી દીપડો પાંજરે પુરાયો
ફોરેસ્ટ વિભાગે છેલ્લા એક અઠવાડિયાથી પાંજરા મૂકી, કેમેરા લગાડી, રાત દિવસ પેટ્રોલિંગ કરી દિપડાને રેસ્ક્યુ કરવામાં સફળતા મેળવી
વસિમ મેમણ : તિલકવાડા
મળતી માહિતી અનુસાર તિલકવાડા તાલુકામાં દિપડાઓએ આતંક મચાવ્યો છે. અવાર નવાર પશુઓને શિકાર બનાવતા હોવાની ઘટનાઓ સામે આવતિ હોય છે ત્યારે થોડા દિવસ અગાવ દેવલિયા નજીક સુઈ રહેલા એક 35 વર્ષીય યુવકને માનવભક્ષી દિપડાએ શિકાર બનાવ્યો હતો આ ઘટનાને પગલે ફોરેસ્ટ વિભાગ એલર્ટમાં આવી તાત્કાલિક ધોરણે વિસ્તારમાં આઠથી દસ પાંજરા મૂકી તથા કેમેરા લગાડી રાત દિવસ પેટ્રોલિંગ કરીને માનવભક્ષી દીપડાને ઝડપી પાડવા માટે રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું અને ગત રાત્રિના માનવભક્ષી દીપડા ને ઝડપી પાડવામાં ફોરેસ્ટર વિભાગ ને સફળતા મળી છે
પ્રાપ્ત વિગત અનુસાર તિલકવાડા તાલુકામાં છેલ્લા કેટલાક સમય થી દીપડાઓ એ આતંક મચાવ્યો છે આ દિપડાઓ અવાર નવાર ગ્રામ્ય વિસ્તાર માં પશુઓને શિકાર બનાવતા હોવાની ઘટનાઓ બનતી હોય છે અને થોડા દિવસ અગાઉ દેવલીયા નજીક વંઢ ગામના પાટયા પાસે રાત્રિના સમયે સુઈ રહેલા 35 વર્ષીય યુવાન નામે અપ્પુસિંગ રાજપૂત જેઓ રાજસ્થાનથી રોજીરોટી કમાવવા માટે આવ્યા હતા અને તેઓ પોતાના સાથી મિત્રો સાથે વંઢ ગામ નજીક તબેલા પાસે સુઈ રહ્યા હતા ત્યારે રાત્રિના સમય એક માનવભક્ષી દીપડાએ અપ્પુસિંગ રાજપૂતને ગળાના ભાગે ડબોચી અંદાજીત 50 થી 60 મીટર જેટલો ઘસેડી જઈ મોતને ઘાટ ઉતાર્યો હતો આ ઘટનાને પગલે ફોરેસ્ટ વિભાગ એલર્ટ મોડમાં આવી ગયું હતું અને તાત્કાલિક ધોરણે વિસ્તારમાં આઠથી દસ જેટલા પાંજરા મૂકી દેવામાં આવ્યા હતા તથા સીસીટીવી કેમેરા લગાડી, રાત દિવસ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું ત્યારે છેલ્લા આઠ દિવસથી આ દીપડો હાથ તારી આપી છટકી નીકળતો હતો પરંતુ ગત રાત્રિના આ માનવભક્ષી દીપડો પાંજરે પૂરવામાં ફોરેસ્ટ વિભાગ મેં સફળતા મળી છે ત્યારે પાંજરે પુરાયેલા આ દીપડાને તાત્કાલિક ધોરણે કેવડિયા જંગલ વિસ્તારમાં ખસેડવામાં આવ્યો છે. અને આ માનવભક્ષી દીપડો પાંજરે પુરાતા વિસ્તારના લોકોએ રાહતનો અનુભવ લીધો છે પરંતુ હજી પણ આ વિસ્તારમાં દીપડાઓ હોવાની સંભાવના છે જેથી હજી પણ આ વિસ્તારમાં પાંજરા મૂકી દિપડાઓને રેસ્ક્યુ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે