OLPAD

ઓલપાડમા ગાયત્રી શક્તિપીઠ મંદિરની 16 મી સાલગીરી મહોત્સવ પ્રસંગે 24 કુંડીય ગાયત્રી મહાયજ્ઞ યોજાયો

વાત્સલ્યમ સમાચાર

મહેન્દ્રસિંહ માંગરોલા ઓલપાડ

ઓલપાડ  : દેવ સંસ્કૃતિ વિશ્વ વિદ્યાલય શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત શ્રી યુગ નિર્માણગાયત્રી પરિવાર ટ્રસ્ટ ઓલપાડ સંચાલિત ગાયત્રી શક્તિપીઠ ઓલપાડની 16 મી સાલગીરી મહોત્સવ પ્રસંગે 24  કુંડીય ગાયત્રી મહાયજ્ઞ   તથા વિવિધ સંસ્કારો ઓલપાડ ભટગામ રોડ પર આવેલ પ્રજ્ઞા શિશુ વિદ્યાલયના પટાંગણમાં કરાયું હતું. આ 24  કુંડીય ગાયત્રી મહાયજ્ઞ પ્રસંગે માતાજીનો અભિષેક વિધિ સવારે કરવામાં આવી હતી પ્રતિષ્ઠા મૂર્તિઓની શાસ્ત્રોક્ત અભિષેક શણગાર મહાપૂજન તેમજ 24  કુંડીય ગાયત્રી મહાયજ્ઞમાં 80 જેટલા યજમાન દંપતીઓ  આ મહાયજ્ઞમાં દેવપૂજા દેવાહુતિ, યુગ સંદેશ જેવી ધાર્મિક કાર્યક્રમો સાથે ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ કરી વિવિધ પૂજા અર્ચના કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિતિ રહી મહાપ્રસાદીનો લાભ લીધો હતો.
  આ પ્રસંગે તાલુકાના આગેવાનો ઉપસ્થિત રહી ગાયત્રીમાતાના દર્શન કરી જણાવ્યું હતું કે ગાયત્રી પરિવાર દ્વારા ધાર્મિક પ્રવૃત્તિ સાથે શૈક્ષણિક પ્રવૃતિઓ પણ કરવામાં આવી રહી છે  તેને બિરદાવવામા આવી હતી.

[wptube id="1252022"]
Back to top button