
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ – રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા -૧૩ મેં : કોડાય પોલીસ સ્ટેશન સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો. હેડ કોન્સ. મુળરાજભાઇ કરમશીભાઇ ગઢવી તથા પૃથ્વીરાજસિંહ સહદેવસિંહ વાઘેલા નાઓને સંયુકત બાતમી હકિકત મળેલ કે, તલવાણા ગામની ઉતરાદી સીમના ખરવાડ વિસ્તારમાં આવેલ બાવળોની ઝાડીઓ વચ્ચે જાહેરમાં અમુક ઇસમો ગંજીપાના વડે પૈસાની હારજીતનો જુગાર રમે છે તેવી સચોટ બાતમી આધારે વર્કઆઉટ કરી બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતાં ઝડપી પાડેલ જુગાર રમતાં ખેલીઓ,(૧) સુલેમાન રમજુ કુરેશી (ઉ.વ.૬૯),(૨) રસીદ ઇબ્રાહિમ રાયમા (ઉ.વ.૩૯),(૩) પુનશી બબા મહેશ્વરી (ઉ.વ.૪૦),(૪) ડાયા મગા મહેશ્વરી (ઉ.વ.૬૫),(૫) વાલજી ભીખા પારાધી(ઉ.વ.૪૨) રહે.તમામ ગામ-તલવાણા તા.માંડવી
જુગારીઓ પાસેથી ઝડપી પાડેલ મુદ્દામાલ,(૧) રોકડા રૂપિયા-૧૦,૯૧૦/-,(૨) મોબાઇલ ફોન નંગ-૪ કિ.રૂ.૪,૦૦૦/-,(૩) ગંજીપાના નંગ-૫૨ કિ.રૂ.૦૦/૦૦ કુલ કિ.રૂ.૧૪,૯૧૦/-કુલ મુદ્દા માલ સાથે ઇસમોને પકડી પાડી જુગારને લગતો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી કરેલ છે.
બે આરોપી નાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા (૧)-આરોપી રસીદ ઇબ્રાહિમ રાયમાનો ગુનાહિત ઇતિહાસ- માંડવી પો.સ્ટે. પાર્ટ બી ગુ.ર.નં.૪૭૬/૨૨ જુગાર ધારા કલમ-૧૨.
(૨)-આરોપી નો ગુનાહિત ઇતિહાસ ધરાવતો આરોપી સુલેમાન રમજુ કુરેશીનો ગુનાહિત ઇતિહાસ- કોડાય પો.સ્ટે. પાર્ટ બી ગુ.ર.નં.૧૩૧/૨૩ જુગાર ધારા કલમ-૧૨.










