વિદ્યાધામ-ભાગળ(પીં)શાળા સંકુલ પટાંગણમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો

7 ડિસેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
વિદ્યાધામ-ભાગળ(પીં)શાળા સંકુલમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના પ્રણેતા અખંડ ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સંકલ્પને ગામડામાં જનજન સુધી પહોંચાડવાના ભાગરૂપે ભાગળ(પીં)મુકામે પાલનપુર તાલુકા મામલદારશ્રી, એસ.બી.પજાપતિ સર ભાજપ તાલુકા પ્રમુખશ્રી અને વિદ્યાધામ-ભાગળ(પીં)ટ્રસ્ટના પ્રમુખશ્રી કે.ડી.શાહ અને રાકેશભાઈ સર ની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો.જેમાં ડબલ એન્જિન સરકારની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને લાભાંવિત કરવામાં આવ્યા. ભાગળ(પીં)ગામના સરપંચ શ્રી દ્વારા પ્રોપર્ટી કાર્ડ આયુષ્માન કાર્ડ વગેરે વિવિધ સરકારી યોજના ના લાભ લાભાર્થીઓને રૂબરૂ આપવામાં આવ્યા ઉપરાંત લાભાર્થીઓને મળેલા લાભો અંગે પોતાના જાત અનુભવ વર્ણવ્યા વધુમાં ગ્રામજનો એ પ્રધાનમંત્રી ની યોજનાકીય ફિલ્મ નિહાળી તથા રાષ્ટ્રના નિર્માણ માટે ગ્રામજનોએ સામૂહિક શપથ લીધા આ કાર્યક્રમમાં પાલનપુર પ્રભારી કોકીલાબેન પંચાલ, તાલુકા વિકાસ અધિકારીશ્રી, તાલુકા આરોગ્ય અધિકારી શ્રી, ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ તેમજ વિવિધ અધિકારીશ્રીઓ તેમજ પદાધિકારીશ્રીઓ, લાભાર્થીઓ સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મામલતદાર સાહેબશ્રીના ઉદબોધનમાં ટ્રસ્ટના પ્રમુખ શ્રી કે ડી શાહ અને રાકેશભાઈ શાહને શિક્ષણના ભામાશા તરીકે નવાજ્યા હતા તથા ગામડાની શાળામાં શિક્ષણ ક્ષેત્રે કરેલા વિકાસ અને ઉન્નતિ ના કાર્યો કરવા માટે આપેલા યોગદાનની ભરપેટ પ્રશંસા કરી હતી. તથા ભાગળ(પીં )ગ્રામ પંચાયતને હર ઘર જલ પંચાયત જાહેર કરવા માટેનું અભિનંદન પત્ર સરપંચ શ્રી ને એનાયત કરેલ. સમગ્ર કાર્યક્રમનું આયોજન સરપંચ શ્રી અનિલભાઈ ચૌધરી અને આચાર્ય શ્રી કિરીટકુમાર પટેલે કર્યું હતું.



