GUJARATSURENDRANAGARWADHAWAN

સુરેન્દ્રનગર જિલ્લાના 19 ગામોમાં ટેન્કરથી પાણી પહોંચાડવાનો પાણી સમિતિની બેઠકમાં લેવાયો નિર્ણય

અનેક વખત રજુઆત કર્યા બાદ પાણીના પ્રશ્નનું કરાયું નિરાકરણ

તા.10/05/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

અનેક વખત રજુઆત કર્યા બાદ પાણીના પ્રશ્નનું કરાયું નિરાકરણ

સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ આકરા ઉનાળાની શરૂઆતે પાણીના પોકારો ઉઠી રહ્યા છે ત્યારે જિલ્લામાં હાલ પાણના ટેન્કરો થકી લોકોને પાણી પૂરું પાડવાની પાણી સમિતિની બેઠકમાં નિર્ણય લેવાયો છે જેમાં સૌથી વધુ ચુડા તાલુકામાં ટેન્કરની જરૂરિયાત સામે આવી છે ગત વર્ષે 13 ગામોમાં 84 ટેન્કરના ફેરા કરી પાણી પહોંચાડાયા હતા સુરેન્દ્રનગર જિલ્લામાં ઢાંકી પંપિંગ સ્ટેશન નર્મદા કેનાલ આવવાથી સૌરાષ્ટ્રનું પાણિયારું બન્યાનો અને સૌથી વધુ ઝાલાવાડને નર્મદાનો લાભ મળ્યાની વાતો કરાય છે ત્યારે જિલ્લામાં હજુ પણ અમુક ગામોમાં પાણીની સમસ્યા હોવાથી ટેન્કર ચલાવવાનો વારો આવે છે ત્યારે તાજેતરમાં પાણી સમિતિની બેઠક મળી હતી જેમાં અધિકારીઓએ ગત ઉનાળામાં ચુડા, લીંબડી, સાયલાના 13 ગામોમાં 84 ટેન્કરના ફેરાથી પાણી પહોંચાડાયાનું જણાવાયું હતું ચુડા તાલુકાના કોરડા ગામમાં પાણીનો પ્રશ્ન થતા ગ્રામજનોમાં રોષ ફેલાયો છે ત્યારે આ બાબતે ગામ મા રજૂઆત કરીને પાણીની વ્યવસ્થાની માગ કરી હતી અને જો યોગ્ય નિર્ણય નહીં લેવાય તો ગ્રામજનો દ્વારા આંદોલન કરે તેવી ભીતિ સરપંચે જણાવી હતી ચુડા તાલુકાના કોરડા ગામમાં અંદાજે 9,000ની વસ્તી વસવાટ કરી રહી છે તો બીજી તરફ કાળઝાળ ઉનાળાના સમયમાં જ આ ગામમાં પાણી કોઇ વ્યવસ્થા ન હોવાથી લોકો સાથે પશુધન માટે પણ પાણીના ફાંફા પડી રહ્યા છે ગામની બહેન દીકરીઓ અને મહિલાઓને માથે બેડાં લઇને આકરા તાપમાં પાણી માટે રઝળપાટ કરવો પડી રહ્યો છે ત્યારે આ બાબત કોરડા ગ્રામ પંચાયતના સરપંચ હિનાબેન નિલેશભાઈ સરવૈયાએ ચુડા તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી છે જેમાં જણાવાયા મુજબ હાલ કોરડા ગામમાં વસ્તીના ધોરણે પાણીની તીવ્ર અછત સર્જાઇ રહી છે પીવાના પાણી તથા પશુઓ માટે પાણી પૂરું પાડી શકાતું નથી કોરડા ગામમાં પાણીની સમ્પની કોઇ સુવિધા પણ નથી આથી પીવાના ટેન્કર તેમજ પશુઓ માટેની જરૂરી પાણી પૂરું પાડવા યોગ્ય કાર્યવાહીની માગ કરી હતી બીજી તરફ ગામમાં પાણી વિના ગ્રામજનોમાં આક્રોષ ફેલાયો છે પરિણામે પાણી પ્રશ્ને હકારાત્મક નિર્ણય નહી આવે તો ગ્રામજનો આંદોલન કરે તેવી ભીતિ સરપંચ સેવી રહ્યાં છે આ વર્ષ લીંબડીના ગડથલમાં ટેન્કર ચાલુ અને આ વર્ષ 19 ગામોમાં પાણી માટે 135 ટેન્કરના ફેરાની જરૂરિયાત હોવાનું જણાવાયું હતું જ્યારે નર્મદા બોટાદ શાખાના નાયબ કાર્યપાલક ઇજનેરે બેઠકમાં જણાવ્યું કે પાણી પુરવઠા વિભાગ દ્વારા બોટાદ બ્રાંચ કેનાલના ચેઇનેજ 29 કિમી પરથી પીવાનું પાણી લેવામાં આવે છે મંજૂરી ન મળેલ હોવાથી પાણી ન ઉપાડવા રજૂઆત કરી છે જ્યારે નાયબ કાર્યપાલક ઇજનેરે જણાવ્યુ કે અગાઉ ચુડા ચોકડી ગ્રુપના 24 ગામોને પીવાનું પાણી પૂરું પાડવા વડોદ ડેમ આધારિત યોજના તૈયાર કરવામાં આવેલ ડીપીએસ પણ પ્રસિધ્ધ કરાયા પણ વડોદ ડેમમાંથી રિઝર્વેશન ન મળતા યોજના સ્થગિત કરી હાલ ધોળીધજા ડેમ આધારિત યોજના તૈયાર કરાઇ છે જેના ટેન્ડર પ્રસિધ્ધ કરી કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી કેનાલમાંથી પાણી ચાલુ કરાવા ભલામણ કરાઇ છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button