GUJARATSURENDRANAGARWADHAWAN

લોકસભા ચૂંટણીમાં મતદાન માટે મતદાર ફોટો ઓળખકાર્ડ-EPIC ઉપરાંત અન્ય ૧૨ દસ્તાવેજો માન્ય રહેશે.

મતદાર માહિતી કાપલી દસ્તાવેજ તરીકે માન્ય ગણાશે નહીં.

તા.06/05/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

મતદાર માહિતી કાપલી દસ્તાવેજ તરીકે માન્ય ગણાશે નહીં.

લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ તથા વિધાનસભાની પેટાચૂંટણી દરમિયાન મતદાન કરતાં પહેલાં મતદારે મતદાર ફોટો ઓળખકાર્ડ-EPIC રજૂ કરી પોતાની ઓળખ પ્રસ્થાપિત કરવાની રહે છે EPIC ઉપરાંત ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાન માટે અન્ય ૧૨ દસ્તાવેજો પણ માન્ય કરવામાં આવ્યા છે જેના આધારે મતદારો મતદાન કરી શકશે આ દસ્તાવેજોમાં ડ્રાઈવિંગ લાયસન્સ, પાનકાર્ડ, ભારતીય પાસપોર્ટ, વિશિષ્ટ દિવ્યાંગતા કાર્ડ, સર્વિસ ઓળખકાર્ડ, મનરેગા કાર્ડ, આધાર કાર્ડ, બેંક/પોસ્ટ ઓફિસ તરફથી આપવામાં આવતી ફોટોગ્રાફ સાથેની પાસબુક, શ્રમ મંત્રાલયની યોજના હેઠળ આપવામાં આવેલ હેલ્થ ઇન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ, ફોટોગ્રાફ સાથેના પેન્શન ડોક્યુમેંટ, એન.પી.આર અન્વયે આર.જી.આઇ દ્વારા ઇસ્યુ કરેલ સ્માર્ટ કાર્ડ, સંસદસભ્યો ધારાસભ્યો વિધાન પરિષદના સભ્યોને ઇસ્યૂ કરેલા સરકારી ઓળખપત્રનો સમાવેશ થાય છે મતદાર માહિતી કાપલી માત્ર જાણકારી માટે છે તે માન્ય દસ્તાવેજ નથી તેથી ઉપર જણાવેલા ૧૨ દસ્તાવેજોમાંથી એક દસ્તાવેજ સાથે મતદાન કરવા જવું.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button