ARAVALLIGUJARATMEGHRAJ

મેઘરજ તાલુકામાં માર્ગ અને મકાન વિભાગદ્વારા બનાવાતા રસ્તાઓમાં વેઠ…? અધિકારીઓ અને કોન્ટ્રાકટરો ની મિલીભગત 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

મેઘરજ તાલુકામાં માર્ગ અને મકાન વિભાગદ્વારા બનાવાતા રસ્તાઓમાં વેઠ…? અધિકારીઓ અને કોન્ટ્રાકટરો ની મિલીભગત

સરકાર દ્વારા રસ્તાઓના કામો માટે કરોડો રૂપિયા ફાળવવામાં આવે છે છતાં રૂપિયાઓ વ્યર્થ જતા હોય તેવું રસ્તાઓનું કામ જોઈ લોક મુખે ચર્ચાઈ રહ્યું છે વધુમાં ખાસ કરીને અરવલ્લી જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી રસ્તાઓ નું કામ તાલુકા વિસ્તારમાં અને ગ્રામ્ય વિસ્તારમાં થઇ રહ્યું છે જેમાં ખાસ કરીને મેઘરજ તાલુકામાં હાલ ચાલી રહેલા રસ્તાઓ ના કામોમાં વેઠ ઉતારી કામ કરી લેતા હોય તેવું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે રસ્તાનું કામ થતું હોય ત્યારે કોઈ જવાબદાર અધિકારી કે કોન્ટ્રાકટર હાજર રહેતા નથી અને જે પ્રમાણે નું કામ મંજુર થાય છે તે થતું નથી વધુમાં ગળનાળા બનાવવા માટે જે યોગ્ય મટેરીઅલ હોય તે યોગ્ય વપરાતુ નથી અને આરસીસી કામ પર પાણી નો છંટકાવ પણ થયો નથી ત્યારે કામ ને લઇ મસ મોટો ભ્રષ્ટાચાર આચારવામાં આવે તો નવાઈ નહિ તેવું હાલ લોક મુખે ચર્ચાઈ રહ્યું છે હાલ ચાલી રહેલા કામો માં કરોડો રૂપિયા ના નવીન રસ્તાઓ તેમજ જુના રસ્તાઓના રીપેરીંગ કામમાં વેઠ જોવા મળી છે વધુમાં કામો તો થાય છે પણ એ કામો સંતોષ કારક હોતા નથી છતાં આ બાબતે શું અધિકારી નું પેટનું પાણી હલશે કે પછી આખો આગળ આડા કાન..? રસ્તાઓના કામને લઇ રજુઆત માટે ગાંધીનગર સુધી તેમજ રસ્તાના કામમાં વાપરવામાં આવેલા મટેરીઅલના નમૂના ટેસ્ટ રિપોર્ટ માટે મોકલવાની તૈયારી સાથે જાગૃત નાગરિકે જણાવ્યું હતું.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button