
તા.૦૩.૦૫.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:.દાહોદ તાલુકાના આગાવાડા ગામમાં બેનના શંકાના નિરાકરણ માં અભયમ દાહોદ એ સમાધાન કરાવ્યું 
દાહોદ તાલુકાનાં આગાવાડા ગામના બેન હતા અને થર્ડ પાર્ટી એ કોલ કરીને જણાવેલ કે મામલતદાર કચેરી માં બેન અંદર આવ્યા છે. અને ગભરાયેલ છે. અને અમે પુસી એ તો પણ કંઈ જવાબ આપતી નથી. અભયમ રેસક્યું ટીમ દાહોદ મામલતદાર કચેરીએ પહોંચી અને પીડિતા બેન સાથે વાતચીત કરતાં જાણવા મળ્યું કે. મને મારો પતિ મારા પર વહેમ શંકા રાખે છે અને દરરોજ રાત્રે અપશબ્દો બોલી મારકુટ કરે છે. અને આજે સવારમાં મને ઘરે થી બજાર માં લઈને આવ્યા તો બાઈક પર મને બેસાડી ને એવુ કહે છે કે આજે તને હું મારી નાખીશ. અને આજે તારે જે પણ લેવું હોય એ લઈ લેજે આજે તારો છેલ્લો દિવસ છે. એવુ કહી ને મને મારી નાખવાની ધમકી આપી. તો મારો પતિ મને ઉભી રાખીને દુકાન પર ગયા એટલી વારમાં હું મામલતદાર કચેરીમાં અંદર જતી રહી અને સંતાય ગઈ હતી.. અને મે એક ભાઈ જોડે 181 મહિલા હેલ્પ લાઈન માં કોલ કરાવડાવી ને પોતાનું લગ્ન બચાવવા મદદ કરવા અનુરોધ થી અભયમ રેસ્ક્યું ટીમ દાહોદ સ્થળ પર પહોંચી પીડિતા બેનના પતિને કાયદાકીય અને સામાજિક જવાબદારીનું ભાન કરાવતા પતિ એ પોતાની ભૂલ કબુલી હતી અને હવે પસી નશો નહિ કરું અને મારી પત્ની અને બાળકોને શારીરીક અને માનસિક ત્રાસ અને મારી નખવાની ધમકી પણ નહિ આપું અને મારી પત્ની પર વહેમ શંકા નહિ કરુ.અને સારી રીતે રાખીશ. તેવી ખાત્રી આપી હતી.અને પછી અભયમ કાઉન્સિલરે પતિ પત્નિ વચ્ચે અસરકાર કાઉન્સિલિંગ થી પારિવારીક ઝગડામાં સુખદ સમાધાન કરાવવામાં આવ્યુ હતું. અને પીડિતા બેન ને તેનાં પતિને સોંપવામાં આવેલ. અને પારિવારીક ઝગડામાં સુખદ સમાધાન કરાવવામા આવ્યુ હતું. પરણિતાએ પોતાને મળેલ મદદ બદલ આભાર માન્યો હતો









